શ્રીનગરઃ કાશ્મીર ઘાટીની સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે. રાજ્યના ડીજીપી દિલબાગ સિંહનું કહેવું છે કે, જમ્મૂ, લેહ અને લદ્દાખમાં વર્તમાન સ્થિતિ ખુબ શાંતિપૂર્ણ છે અને કાશ્મીરમાં સ્થિતિ પહેલાથી યોગ્ય છે. રવિવારે શ્રીનગરની બજારોમાં મોટી ભીડ જોવા મળી હતી. તેવા માહોલમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નું એક દસ સભ્યોનું પ્રતિનિધિમંડળ નજરબંધ ચાલી રહેલી પાર્ટીની મુખિયા મહબૂબા મુફ્તી સાથે સોમવારે મુલાકાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે રવિવારે નેશનલ કોન્ફરન્સના નેતાઓએ પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા સાથે તેમના નિવાસ પર મુલાકાત કરી હતી. ફારૂખ અને તેના પુત્ર ઉમર અબ્દુલ્લા આશરે છેલ્લા બે મહિનાથી નજરબંધ છે. 


આવનારા દિવસોમાં વધુ સ્થિતિ સુધરશેઃ ડીજીપી
રવિવારે મીડિયા સાથે વાત કરતા ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી પાકિસ્તાન આતંકીઓને સરહદ પાર મોકલવાનો પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ ભારતીય સેનાએ તેની આશા પર પાણી ફેરવી દીધું છે. સરહદ પર  આશરે બેથી ત્રણ આતંકીઓ હાજર છે. ઉરી, રાજૌરી, પુંછ અને અન્ય વિસ્તારમાં પાડોસી દેશ સંઘર્ષ વિરામનો ભંગ કરી રહ્યું છે. દિલબાગ સિંહે કહ્યું કે, આવનારા દિવસોમાં ઘાટીની સ્થિતિમાં સુધાર જોવા મળશે. 


રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરીશું: ફિરદોસ
તો પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીને મળવા જઈ રહેલા પાર્ટી નેતા ફિરદોસ ટાકે જણાવ્યું કે, અમે આ વિશે રાજ્યપાલને ભલામણ કરી હતી. તેમણે અમારી માગ સ્વીકારી છે. અમે મુફ્તી સાથે જમ્મૂ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અને અન્ય મુદ્દા પર ચર્ચા કરીશું. બે મહિના પહેલા જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ મહબૂબા અને અન્ય પાર્ટી નેતા પોતાના ઘરમાં નજરબંધ છે. પાછલા મહિને સુપ્રીમ કોર્ટે શ્રીનગરમાં લાગેલા કર્ફ્યૂ વચ્ચે મહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાને પણ તેમને મળવાની મંજૂરી આપી હતી. 

Video: ફ્લાઇટમાં પહોંચેલા ISRO ચીફને જોઈને ખુશીનો માહોલ, એર હોસ્ટેસે લીધી સેલ્ફી

ઠંડીમાં કપડા ખરીદવા ઉમટી ભીડ
બીજીતરફ શ્રીનગરમાં રવિવારે લાગનારી સાપ્તાહિક બજારમાં સામાન ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી જ્યારે શહેરમાં સવારના સમયે કેટલિક દુકાનો ખુલી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બજારમાં ખરીદી કરનારાઓની મોટી ભીડ હતી કારણ કે ઠંડીનો ચમકારો જોતા લોકો કપડા અને અન્ય જરૂરી સામાન ખરીદવા આવ્યા હતા.