નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી વિવાદ પર સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે જાણવા ઈચ્છે છે કે આખરે આ મામલામાં અત્યાર સુધી સરકારે શું કર્યું છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પૂછ્યુ કે આખરે તેણે આ મામલામાં એફિડેવિટ દાખલ કેમ કરી નથી. આ સાથે કોર્ટે પેગાસસ મામલા પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સરકારે કોર્ટના સવાલો પર કહ્યું કે, અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના કારણે અમે તેના પર એફિડેવિડ દાખલ ન કરી શકીએ. સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ- આ મામલા પર કોઈ વાત એફિડેવિટ દ્વારા ન કહી શકાય. એફિડેવિટ દાખલ કરવી અને પછી તેને જાહેર કરવી સંભવ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ખંડપીઠને જણાવ્યુ કે સરકાર આ મામલામાં વધારાની એફિડેવિટ દાખલ નહીં કરે કારણ કે તેમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો સામેલ છે. ત્યારબાદ ચીફ જસ્ટિસ રમન્નાએ કહ્યુ કે, જો સરકાર વધારાનું એફિડેવિટ દાખલ ન કરી શકે તો ન્યાયાલયે આ મામલામાં પોતાનો આદેશ જારી કરવો પડશે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ ન્યાયાલયે અંતરિમ આદેશ સુરક્ષિત રાખી દીધો. 


આ પણ વાંચોઃ જમાઈની હેવાનિયત, સાસુના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધો વાંસનો ડંડો, અત્યંત હચમચાવી નાખતો કિસ્સો


તેમણે સ્પષ્ટ કહ્યુ કે, અમે આતંકીઓને તે જાણવાની તક ન આપી શકીએ કે અમે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. તેના પર કોર્ટે સરકારથી અસહમતિ વ્યક્તકરતા કહ્યુ કે, અમે રાષ્ટ્રીય સુરક્ષાના તર્કને સમજીએ છીએ અને અમે તે પણ કહ્યું કે, તેના પર સરકારે કંઈ જણાવવાની જરૂર નથી. પરંતુ અહીં અમે તેના પર જવાબ માંગ્યો છે કે અંગત રીતે જે લોકોએ ફોન ટેપિંગનો આરોપ લગાવી રહ્યાં છે શું તે વાત સાચી છે કે ખોટી. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૂર્યકાંતે સરકારને સવાલ કર્યો- પાછલી વખતે પણ તમે રાષ્ટ્રીય સુરક્ષાનો તર્ક ઉઠાવ્યો હતો અને અમે કહ્યું હતું કે આ મામલામાં કોઈપણ કોઈ રીતે દખલ ન આપી શકે. અમે તમારી પાસે વ્યક્તિગત રીતે લોકોના ફોન હેક કરવાને લઈને જવાબ માંગી રહ્યાં છીએ. 


જસ્ટિસ કાંતે સરકારના જવાબ પર વિરોધ નોંધાવતા કહ્યુ- અમને માત્ર કેટલાક લોકોના વ્યક્તિગત મોબાઇલ ફોન્સને હેક કરવાની ચિંતા છે. આખરે કઈ એજન્સીની પાસે એવી ક્ષમતા છે અને તેને અધિકાર આપવામાં આવ્યો કે નહીં. ઘણા લોકોનું કહેવું છે કે તેના દ્વારા તેની નિજતાના અધિકારનું ઉલ્લંઘન થયું છે. તેના પર જવાબ આપતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, જો કેટલાક લોકો કહી રહ્યા છે કે તેની નિજતાનું હનન થયું છે તો તે ગંભીર મુદ્દો છે અને અમે તેની તપાસ માટે તૈયાર છીએ. અમે આ મુદ્દાની તપાસ માટે નિષ્ણાંતોની એક કમિટીની રચના કરીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube