નવી દિલ્હી: મોર, મયૂર, પિકોક નામવાળું આ સુંદર પક્ષી સનાતન ધર્મમાં સનાતન કાળથી મહત્વપૂર્ણ છે. પૌરાણિક કાળથી મહર્ષિઓ દ્વારા મોરના પીછાની કલમથી મોટા મોટા ગ્રંથ લખાયા છે. કઈક તો ખાસ વાત છે કે પ્રેમના દેવતા શ્રીકૃષ્ણના મસ્તક ઉપર પણ આ મોરપીછ વિરાજમાન થાય છે. આવો તમને જણાવીએ કે આ મોરપીંછના કેટલાક ફાયદા કેટલા જબરદસ્ત છે. મોરપીંછથી આ પાંચ ફાયદા થાય છે જે જાણવા ખુબ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ખરાબ શક્તિઓથી બચાવે છે
મોરપીંછ વિશે કહેવાય છે કે કોઈ પણ સ્થાન પર તેને રાખવાથી ખરાબ શક્તિઓ અને પ્રતિકૂળ ચીજોનો પ્રભાવ દૂર થઈ સુરક્ષા મળે છે. આ કારણે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં મોરના સુંદર પીછા રાખે છે. 


2. નકારાત્મક ઉર્જા દૂર કરે છે
મોરપીંછની એક વિશેષતા છે કે તે સકારાત્મકતા પ્રદાન કરે છે અને આસપાસની નકારાત્મક ઉર્જાને નજીક પણ ફટકવા દેતુ નથી. મોરને નકારાત્મક ઉર્જા દૂર કરવામાં સૌથી અસરકારક ગણવામાં આવ્યો છે. 


3. શુભતા હોવાનું ચિન્હ છે મોરપંખ
શ્રીકૃષ્ણ ભગવાનના મસ્તક પર શોભતા મોરપંખને હિન્દુ ધર્મમાં શુભતાનું સૂચક ગણવામાં આવ્યું છે. આ જ કારણે તે શુભ ચિન્હ તરીકે સ્વીકારાયું છે. ધરમાં જો મોરપંખ  અને વાંસળીને સાથે રાખવામાં આવે તો પરિવારના લોકો વચ્ચે પ્રેમ વધે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...