બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચાયાની જાહેરાત બાદ હવે એવી નોટો પણ ઘરમાંથી બહાર નીકળી રહી છે જેને મહિલાઓએ પતિઓથી છૂપાવી રાખી હતી. જો કે ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં લોકો પોતાની બે હજાર રૂપિયાની નોટો બેંકોમાં જઈને બદલાવી શકે છે. પરંતુ જે લોકો તેને બેંકમાં જમા કરાવવા માંગતા નથી ખાસ કરીને એવી મહિલાઓ કે જેમની પાસે બે હજાર રૂપિયાની કેટલીક નોટો છે અને તેમના પતિઓને તેમના વિશે કશું ખબર નથી. આવામાં આ નોટોને વટાવવા માટે આ મહિલાઓ તમામ જુગાડ અજમાવી રહી છે. કેટલાક લોકો આવી મહિલાઓને લલચાવીને પોતાના ફાયદા માટે પણ કમર કસી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કિસ્સો સંભળાવીએ. સાઉથ દિલ્હીમાં રહેતી એક મહિલા પાસે બે હજાર રૂપિયાની બે નોટ છે. તેને બદલાવવા માટે તે બેંકની લાઈનમાં ઊભી રહેવા માંગતી નથી. મહિલા કહે છે કે ફક્ત બે નોટ માટે બેંકની લાઈનમાં ધક્કા  ખાવા એ ક્યાંની સમજદારી છે. મહિનો પૂરો થવાનો છે તો હું આ નોટ મારી કામવાળીને આપી દઈશ. આખરે મારે તેને પગાર તો આપવાનો છે. તો પછી 2000 રૂપિયાની નોટ કેમ નહીં. તે હજુ બંધ ક્યાં થઈ છે. આવામાં મારી લાઈનમાં લાગવાની સમસ્યાનું પણ સમાધાન થઈ જશે. તે પણ કઈ ખરીદી લેશે. 


બીજી બાજુ પૂર્વ દિલ્હીમાં રહેતી એક અન્ય મહિલાએ તેના પતિથી કેટલાક પૈસા છૂપાવી રાખ્યા હતા. જેમાં બે હજાર રૂપિયાની નોટ પણ હતી. તે કહે છે કે હું મારી બે હજાર રૂપિયાની નોટોને ઘરના રાશનમાં પેમેન્ટ કરવામાં વટાવી લઈશ. જ્યારે રોહિણીમાં રહેતી એક મહિલા કહે છે કે બે હજાર રૂપિયાની નોટ હજુ પણ લીગલ ટેન્ડર છે. કોઈ તેને લેવાની ના પાડી શકે નહીં. આથી મે વિચાર્યું છે કે આ નોટોને ગેસ સિલિન્ડર વગેરેમાં આપી દઈશ. આ રીતે મારું બેંકમાં જઈને લાઈનમાં ઊભા રહેવાનું પણ બચી જશે. 


સૌથી હિટ તરીકો
આ અંગે વાત કરતા દુકાનદારોનું કહેવું છે કે બે હજાર રૂપાયની નોટ અંગે બજારમાં પેનિક જેવી સ્થિતિ નથી. પરંતુ કેટલાક લોકો જરૂર એ કોશિશમાં છે કે નાની મોટી ખરીદી કરીને બે હજાર રૂપિયાની નોટ વાપરી નાખવામાં આવે. NBT રિપોર્ટ મુજબ આ અંગે મંડોલી રોડ માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ બિન્ની વર્મા કહે છે કે કેટલાક લોકો નાની મોટી ખરીદીમાં આ નોટોનો વાપરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ પેનિક જેવી સ્થિતિ નથી. દુકાનદારો પણ આ નોટોને સ્વીકારી રહ્યા છે. કારણ કે અમે નહીં લઈએ તો કોઈ બીજુ લઈ લેશે. જો કે કેટલાક નાના દુકાનદારો બહુ નાની ખરીદી પર આ નોટ લેવાની ના પાડે છે કારણ કે તેમની પાસે ત્યારે છૂટ્ટાની સમસ્યા આવી શકે છે. 


બીજી બાજુ મેકઅપ સ્ટુડિયો ઓનર ઈશિતા ગુપ્તા કહે છે કે બે હજાર રૂપિયાની નોટ બંધ થતા ઘરેલુ મહિલાઓને ખાસ્સી પરેશાન થઈ રહી છે. કારણ કે તેઓ ઘણીવાર પતિથી છૂપાવીને બચત કરે છે. જેની અસર એ થઈ છે કે હવે ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો પણ કેશ પેમેન્ટ કરી રહ્યા છે અને તેમાં પણ બે હજાર રૂપિયાની નોટ વધુ મળી રહી છે. પછી ભલે તેમનું બિલિંગ અમાઉન્ટ ગમે તે હોય. બીજી બાજુ સાડીના દુકાનદાર દીપક સાડીઝ વાળા નિશાંત અગ્રવાલ કહે છે કે અમારી વેચાણની સંખ્યા તો સામાન્ય છે પરંતુ ઘરેલુ મહિલાઓ ખરીદી માટે 2000 રૂપિયાની નોટ વાપરી રહી છે. રોજ સરેરાશ અમને  6થી 10 આવી નોટ મળે છે. 


દુકાનદારો આપી રહ્યા છે અજબગજબ ઓફરો
2000 રૂપિયાની નોટ માટે અલગ અલગ દુકાનદાર અલગ ઓફરો પણ આપી રહ્યા છે. દિલ્હીની એક મીટ શોપના માલિકે ઓફર કાઢી કે 2000 ની નોટ આપો અને 2100નો સામાન લઈ જાઓ. આ ઓફર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ છે. આ ઓફરને ટ્વિટર પર સુમિત અગ્રવાલ નામના એક ટ્વિટર યૂઝરે શેર કરી છે. ફોટો દિલ્હીની સરદાર પ્યોર મીટ શોપની છે. 



આફતમાં અવસર!
એક ફોટો આફતમાં અવસર કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ એક દુકાનનું પ્રચાર પોસ્ટર છે. દુકાનનું નામ શ્રી બાલાજી ક્રિએશન, ચુરુ છે. આ ચુરુની શેખાવત કોલોનીમાં આવેલી એક નાનકડી દુકાન છે. જ્યાં સોડીઓ, ચણિયા ચોળી અને અન્ય કપડાં મળે છે. સિલાઈનું કામ પણ થાય છે. પોસ્ટરમાં લખ્યું છે કે તમામ મહિલાઓને અપીલ છે કે તેઓ પોતાની 2000 રૂપિયાની નોટની સૂચના પતિને ન આપે, અમારી દુકાન પર આવીને સાડીઓ ને ડ્રેસ ખરીદે. તમારી ખરીદી ગોપનીય રહેશે. જલદી કરો. ઓફર 25 સપ્ટેમ્બર 2023 સુધી. આવી અનેક ઓફરના પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.