નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે મોંઘવારી, બેરોજગારીથી લઈને આર્થિક અને વિદેશ નીતિના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર આજે દેશની તમામ સમસ્યાઓ ઉકેલવાની જગ્યાએ પૂર્વ પ્રધાનમંત્રી નહેરૂ જીને જવાબદાર ઠેરવવામાં રસ દાખલે છે. સિંહે વધતી મોંઘવારી, બેરોજગારી, વિદેશ નીતિ અને આર્થિક નીતિ પર સરકારને ફેલ ગણાવી છે. તેમણે તે પણ કહ્યું કે, ચીન આપણી સરહદો પર બેઠુ છે. જ્યારે સરકાર તથ્યોને દબાવવામાં લાગી છે. મનમોહન સિંહનું આ નિવેદન પંજાબ ચૂંટણી પહેલા આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ પ્રધાનમંત્રીએ ગુરૂવારે કહ્યુ કે, ભાજપના નેતૃત્વવાળી સરકારને આર્થિક નીતિને સમજ નથી. આ મામલો માત્ર દેશ સુધી સીમિત નથી. આ સરકાર વિદેશ નીતિમાં પણ ફેલ સાબિત થઈ છે. ચીન આપણી સરહદો પર બેઠું છે અને સરકાર તથ્યોને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. 


પંજાબમાં મતદાન પહેલાં આપ્યું નિવેદન
મનમોહન સિંહનું આ નિવેદન પંજાબમાં મતદાન પહેલાં આવ્યું છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેમણે કિસાન આંદોલનનો મુદ્દો પણ ઉઠાલવ્યો છે. આ સિવાય વધતી મોંઘવારી અને બેરોજગારી પર પણ સરકારને ઘેરી છે. સિંહે કહ્યું કે, કોંગ્રેસે રાજકીય લાભ માટે ક્યારેય દેશને વિભાજીત નથી કર્યો. ન સત્ય છુપાવવાનું કામ કર્યું છે. 


પૂર્વ પ્રધાનમંત્રી બોલ્યા- એક તરફ લોકો વધતી મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે, તો સરકાર હજુ પણ તમામ સમસ્યાઓ માટે પૂર્વ પ્રધાનંત્રી જવાહરલાલ નેહરૂને દોષી ઠેરવી રહી છે. મોદી સરકાર છેલ્લા સાત વર્ષથી સત્તામાં છે. તે ભૂલ માનવા અને તેને સુધારવાની જગ્યાએ જૂની વાતોનો રાગ આલાપી રહી છે. 


આ પણ વાંચોઃ Hijab controversy: કમ સે કમ શુક્રવારે હિજાબ પહેરવા દો, હાઈકોર્ટમાં વિદ્યાર્થિનીઓની માંગ; સુનાવણી સ્થગિત  


મનમોહન સિંહે ફિરોઝપુરમાં પ્રધાનમંત્રી મોદીનો કાફલો ફ્લાઇઓવર પર ફસાવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, તેનું ઠીકરૂ ચન્ની સરકાર પર ફોડીને ભાજપે પંજાબના મુખ્યમંત્રીને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે. 


સરકારનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની નીતિ આધારિત
સિંહ બોલ્યા કે લોકોને કોંગ્રેસના સારા કામોની યાદ આવી રહી છે. ભાજપે પંજાબના મુખ્યમંત્રીને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો. મોદી સરકારમાં ધનવાન વધુ ધનવાન બની રહ્યાં છે. તો ગરીબ વધુ ગરીબ. કિસાન આંદોલનના સમયમાં પણ પંજાબ અને પંજાબિયતને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


સિંહે કહ્યુ કે, દુનિયા પંજાબીઓની વીરતા, દેશભક્તિ અને બલિદાનનું સન્માન કરે છે. પરંતુ એનડીએ સરકાર તેના વિશે જાણતી નથી. હકીકતમાં રાષ્ટ્રવાદ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર આધારિત છે. સંબંધ ગળે લગાવવા અને બોલાવ્યા વગર બિરયાની ખાવા પહોંચી જવાથી સુધરતા નથી. ભાજપ સરકારનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની નીતિ આધારિત છે. મોદી સરકારના કાર્યકાળમાં બંધારણીય સંસ્થાઓને નબળી પાડવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ હવે બાળકોને બાઈક પર લઈ જતાં પહેલાં સાવધાન! સરકારે જાહેર કર્યા છે આ કડક નિયમો


સિંહે કહ્યુ કે, પોતાના કાર્યકાળમાં તેમણે વધુ બોલવાની જગ્યાએ કામને મહત્વ આપ્યું હતું. રાજકીય ફાયદા માટે ક્યારેય ભાગલા પાડવાની પોલિસી અપનાવી નથી. આ દરમિયાન તેમણે ભારતીયોની છબી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉંચી કરવાનું કામ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube