મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં બોલ્યા ભાગવત- બધા ભારતીયોનું DNA એક, લિંચિંગમાં સામેલ લોકો હિન્દુત્વ વિરુદ્ધ
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યુ કે, બધા ભારતીયોનું ડીએનએ એક છે. તેમણે લિંચિંગ કરનારને હિન્દુત્વની વિરોધ ગણાવ્યા છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan bhagwat) એ રવિવારે કહ્યુ કે, બધા ભારતીયોનું ડીએનએ (DNA) એક છે. તેમણે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત કરવામાં આવેલા એક કાર્યક્રમને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યુ- બધા ભારતીયોનું ડીએનએ એક છે, ભલે તે કોઈપણ ધર્મના હોય. તેમણે લિંચિંગને લઈને કહ્યું કે તેમાં સામેલ લોકો હિન્દુત્વની વિરુદ્ધ છે.
સંઘ પ્રમુખ ભાગવતે કાર્યક્રમમમાં આગળ કહ્યુ, 'હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તે અલગ નહીં, પરંતુ એક છે. પૂજા કરવાની રીતને લઈને લોકો વચ્ચે ભેદ ન કરી શકાય. કેટલાક કામ એવા છે જે રાજનીતિ ન કરી શકે. રાજનીતિ લોકોને એક ન કરી શકે. રાજનીતિ લોકોને એક કરવાનું હથિયાર ન બની શકે.'
સંયુક્ત કિસાન મોર્ચાની જાહેરાત, ચોમાસુ સત્ર દરમિયાન સંસદની બહાર કરશે પ્રદર્શન
લોકતંત્રમાં હિન્દુઓ કે મુસ્લિમોનું પ્રભુત્વ ન હોઈ શકે
મોહન ભાગવતે કહ્યુ કે, આપણે લોકતંત્રમાં રહીએ છીએ. અહીં હિન્દુઓ કે મુસલમાનોનું પ્રભુત્વ ન હોઈ શકે. માત્ર ભારતીયોનું પ્રભુત્વ હોઈ શકે છે. દેશમાં એકતા વગર વિકાસ સંભવ નથી. એકતાનો આધાર હોવો જોઈએ રાષ્ટ્રવાદ.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ડો. ખ્વાજા ઇફ્તિખાર અહમદ દ્વારા લખાયેલા એક પુસ્તકનું વિમોચન કરવા ગયા છે. ડો. ખ્વાજા અહમદે વૈચારિક સમન્વય-એક પહલ નામથી પુસ્તક લખ્યુ છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના આ કાર્યક્રમમાં અનેક મહત્વપૂર્ણ લોકો સામેલ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube