ભારતના સિંહે દેશમાં પ્રથમ પગ મુકતાની સાથે જ આપ્યું આવુ રિએક્શન
દુશ્મનો સામે લડતા લડતા પાકિસ્તાનના કબ્જામાં પહોંચેલા ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. જો કે જ્યારે તેઓએ 36 કલાક પાકિસ્તાનમાં પસાર કર્યા બાદ તેમનું પ્રથમ રિએક્શન શું હતું. વિરોધીઓને ધુળ ચટાંવીને પરત ફરેલો સિંહ જે રીતે પરત ફરે અને ડણક કરે તે રીતે અભિનંદન પણ વાઘા બોર્ડરથી પરત ફર્યા હતા અને હાજર લોકો તરફ એક નજર કરીને મનોમન આભાર વ્યક્ત કરીને અધિકારીઓ સાથે પોતાના પ્રોટોકોલનું પાલન કરતા જીપમાં બેસી ગયા હતા.
અમૃતસર : દુશ્મનો સામે લડતા લડતા પાકિસ્તાનના કબ્જામાં પહોંચેલા ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. જો કે જ્યારે તેઓએ 36 કલાક પાકિસ્તાનમાં પસાર કર્યા બાદ તેમનું પ્રથમ રિએક્શન શું હતું. વિરોધીઓને ધુળ ચટાંવીને પરત ફરેલો સિંહ જે રીતે પરત ફરે અને ડણક કરે તે રીતે અભિનંદન પણ વાઘા બોર્ડરથી પરત ફર્યા હતા અને હાજર લોકો તરફ એક નજર કરીને મનોમન આભાર વ્યક્ત કરીને અધિકારીઓ સાથે પોતાના પ્રોટોકોલનું પાલન કરતા જીપમાં બેસી ગયા હતા.
તેઓ લાહોર પહોંચી ચુક્યા છે. તેમના ભવ્ય સ્વાગત માટે સવારથી જ અટારી બોર્ડર પર લોકો હાજર છે. આ દરમિયાન હાથમાં ત્રિરંગો લઇને નારા લગાવતા લોકો અભિનંદનની રાહ જોઇ રહ્યા છે. જો કે પાકિસ્તાન હજી પણ પોતાના પેંતરાઓ અજવામી રહ્યું છે. સમાચારો અનુસાર પાકિસ્તાન વાઘા અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટ દરમિયાન અભિનંદનને સોંપવા માંગતું હતુ પરંતુ ભારતે તેના પેંતરાને નિષ્ફળ કરી દીધું. અટારી બોર્ડર પર રિટ્રીટ સમારંભ જ આજે રદ્દ કરી દેવામાં આવ્યો છે. તેમાં જનતાની ભાગીદારી નહી હોય. મળતી માહિતી અનુસાર સુરક્ષાનાં કારણોથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન હજી પણ કરી રહ્યું છે પેંતરાબાજી
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શાંતિની પહેલના નામે અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. અગઆઉ ભારતે કોઇ પણ પ્રકારની શરત વગર અભિનંદનને મુક્ત કરવાની માંગ કરી હતી. એવા પણ સમાચારો છે કે પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવામાં પણ તે પેંતરા બાજી કરી રહ્યું છે. સમાચારો અનુસાર પાકિસ્તાન અટારી બોર્ડર પર થનારી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદનને સોંપવા માંગતું હતું. જો કે ભારત તે મુદ્દે સંમત નહોતું. અને તેણે પાડોશી દેશનાં પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કારગીલ યુદ્ધ દરમિયાન પણ પાકિસ્તાન ભારતીય પાયલોટ નચિકેતાને મીડિયા સામે ભારતને સોંપવા માંગતું હતું પરંતુ ભારતે તેનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
જો કે પાકિસ્તાને અભિનંદનને મુક્ત કરવાના સમય અંગે કોઇ જ સ્પષ્ટતા નથી કરી. સુત્રો અનુસાર સાંજે 3-4 વાગ્યે અભિનંદન અટારી બોર્ડર પહોંચશે. અભિનંદનને વાયુસેના સીધી પાકિસ્તાનથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવા માંગતી હતી. જો કે પાકિસ્તાન ભારતના પ્રસ્તાવ સાથે સંમત નહોતુ થયું.
અભિનંદનના માતા-પિતાનું તાળી વગાડીને કરાયું સ્વાગત
અટારી બોર્ડર પર આ સમયે સુરક્ષા ચુસ્ત છે. ગુરૂવારે મોડી રાત્રે અભિનંદનના માતા-પિતા પોતાનાં પુત્રને લેવા માટે ચેન્નાઇથી દિલ્હી રવાના થયા હતા. દિલ્હી પહોંચતા જ વિમાનની અંદરનો એક વીડિયો સામે આવ્યો. જેમાં યાત્રીઓ તાળીઓ પાડીને પિતા એરમાર્શલ (રિટાયર્ડ) એસ. વર્તમાનનું સ્વાગત કરી રહ્યા છે. તમામ યાત્રી તેમનો આભાર વ્યક્ત કરતા તેમને પહેલા ઉતરવા માટે રસ્તો આપી રહ્યા છે.