મથુરા : મથુરામાં ટેક્નીકલ ગોટાળો થવાનાં કારણે ઘંટાઘર ખાતે આવેલા બેંક ઓફ ઇન્ડિયાનાં એટીએમ ધારકો માટે છેલ્લા પાંચ દિવસથી કોઇ દિવાળીથી ઓછા નથી રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એટીએમમાંથી બે હજારનાં બદલે વીસ હજાર નિકળ્યા હતા. જ્યારે લોકોનાં ખાતામાં માત્ર નોંધાયેલી રકમ જ કપાઇ હતી. આ પ્રકારે લગભગ 10 લાખ સાત હજાર રૂપિયા એટીએમમાંથીનિકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા નાણા પર પ્રહાર! સ્વિસ બેંકોએ પહેલી યાદીમાં બંધ થયેલા ખાતાઓની માહિતી અપાઇ
મળતી માહિતી અનુસાર એટીએમમાં કેશ નાખનારી સીએમએસ કંપનીના કર્મચારી 3 સપ્ટેમ્બરનાં રોજ 18 લાખ રૂપિયા કેશ નાખીના ગયા હતા. ત્યાર બાત ટેક્નીકલ ગોટાળાનાં કારણે એટીએમમાંથી 2 હજારનાં બદલે 20 હજાર રૂપિયા ઉપાડી ગયા હતા. એટીએમ પર કોઇ ગાર્ડ નહી હોવાનાં કારણે તેની માહિતી મળી નહોતી. તેની માહિતી તે સમયે થઇ, જ્યારે એટીએમ ધારકે જણાવ્યું કે 20 હજાર રૂપિયા ઉપડી ગયા હતા, પરંતુ એટીએમથી 50 હજાર રૂપિયા કાઢ્યા હતા. જ્યારે તેનાં ખાતામાંથી 20 હજાર રૂપિયા જ કપાયા. 


મહોર્રમને કારણે સુરક્ષા નહી:તંત્રએ અખિલેશની રામપુર મુલાકાત પર પ્રતિબંધ
થાક્યા વગર સતત કામ કરી રહી છે મોદી સરકાર: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
એટીએમ ધારક રૂપિયા પરત કરવા માટે બેંક ગયા, ત્યારે તેની માહિતી થઇ. બેંક અધિકારીઓએ ઉતાવળમાં એટીએમ બંધ કરીને તેની માહિતી કેશ નાખનારી કંપનીનાં અધિકારીઓને આપી. બીજી તરફ વધારે પૈસાથી એટીએમ ધારકોની ખુશીનું કોઇ ઠેકાણું નહોતું રહ્યું.


આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ પાકિસ્તાન હજી પણ ગધેડા જ એક્સપોર્ટ કરે છે: ગિરિરાજ
કેશ કંપનીના વરિષ્ઠ મેનેજર ઓંકાર સિંહ, બ્રાંચ મેનેજર નવનીત કુમાર શનિવારની સાંજે પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં તેમણે 10 લાખ સાત હજાર રૂપિયા વધારે નિકળ્યા હોવાની માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ટેક્નીકલ ખરાબીની કારણે એવું થયું. જો કે તમામ કાર્ડની માહિતી એકત્ર કરવામાં આવશે અને ખાતાધારકો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરાશે.