નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાથી લોકોમાં એક અલગ પ્રકારનો ડર ઘર કરી ગયો છે. લોકોને હવે લાગવા લાગ્યું છે કે પહેલાથી ઘણી સંસ્થાઓ બંધનો સામનો કરી રહેલા દેશમાં ગમે ત્યારે ચીનના વુહાન જેવી લોકડાઉનની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેનાથી ગભરાઈને લોકોએ પોતાના ઘરમાં અનાજ સહિત રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કરી દીધું છે. તેના પરિણામસ્વરૂપ દેશના ઘણા ભાગમાં દુકાનોમાં અનાજ પૂરૂ થવું અને તેની કિંમતોમાં વધારો થવાની માહિતી સામે આવવા લાગી છે. લોકોનો આ ડર દૂર કરવા બુધવારે ઉપભોક્તા મામલાના મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, કોરોના વાયરસના સંકટ વચ્ચે સરકારની પાસે પર્યાત્પ માત્રામાં અનાજ ઉપલબ્ધ છે અને લોકોએ તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોઇડા-દિલ્હીમાં જોવા મળી અફરાતફરી
નોઇડાના સેક્ટરમાં 82માં કંઇક આવો નજારો જોવા મળ્યો, જ્યાં દુકાનોમાં લોકોની મોટી ભીડ જોવા મળી હતી. થોડીવારમાં તો દુકાનોમાં ઘણા સામાનનો સ્ટોક પૂરો થઈ ગયો હતો. હવે કરિયાણાના દુકાનદારોનું કહેવું છે કે માલ પૂરો થયો છે અને આગળથી સપ્લાઇ આવી રહી નથી. જેનો અર્થ છે કે દુકાનદારોએ પણ સ્ટોકનો સંગ્રહ શરૂ કરી દીધો છે. તો દિલ્હીમાં પણ કંઇક આવો નજારો જોવા મળ્યો હતો. દિલ્હીના સૌથી મોટા કિરાના બજાર ખારી બાવલીમાં સામાન ખરીદવા માટે લોકોની જબરદસ્ત ભીડ જોવા મળી હતી. 


કેન્દ્રની પાસે પર્યાપ્ત અનાજ
કેન્દ્રીય મંત્રી પાસવાને ટ્વીટ કરીને કહ્યું, '1 એપ્રિલ, 2020 સુધી PDSના માધ્યમથી આપવામાં આવતા અનાજમાં 135.8 લાખ ટન ચોખા અને 74.6 લાખ ટન ઘઉંની જરૂરીયાત છે. કુલ 210.4 લાખ ટન અનાજની જરૂર છે, જ્યારે અત્યારે અમારી પાસે કુલ સ્ટોક 646.09 લાખ ટન છે. મતલબ અમારી પાસે અનાજનો 435.69 લાખ ટન વધારાનો સ્ટોક હાજર છે.'


કોરોના: રેલવે ટિકીટ કેન્સેલેશનમાં વધારો, ગત દોઢ મહિનામાં આટલા લાખ ટિકીટ થઇ કેન્સલ


રાજ્ય લઈ શકે છે અનાજ
રાજ્ય સરકરને અનાજ આપૂર્તિને લઈને તેમણે કહ્યું, 'તેમાં ચોખા 272.90 અને ઘઉં 162.79 લાખ ટન છે. કેન્દ્રના સર્કુલર પ્રમાણે, રાજ્ય સરકાર એકવારમાં 6 મહિના માટે PDSનું અનાજ લઈ શકે છે. અત્યારે પંજાબ સરકાર 6 મહિના અને ઓડિશા સરકાર એક વારમાં 2 મહિનાનો કોટા લઈ શકે છે. અન્ય સરકારો પણ ઈચ્છે તો અનાજ લઈ શકે છે.'


પાસવાને કહ્યું, અનાજમાં કોઈ કમી નથી અને ન તો તેને લઈ ગભરાવાની જરૂર છે. આ સિવાય ખુલા બજારમાં પણ OMSSના માધ્યમથી વેચાણ થઈ રહ્યું છે, જેમાં ચોખાનો ભાવ 22.50 રૂપિયા પ્રતિ કિલો છે. 


ઘણી વસ્તુઓના ભાવનું ધ્યાન
આ સિવાય પાસવાને કહ્યું કે, સરકાર હવે સાબુ, ફર્શ તથા હાથની સફાઇ વાળા ક્લીનર અને થર્મલ સ્કેનર જેવી વસ્તુઓના ભાવ પર પણ બરાબર ધ્યાન રાખી રહી છે. સરકાર જરૂરી વસ્તુ અધિનિયમ હેઠળ સામાન્ય રીતે 22 જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખે છે. હાલમાં તેમાં મોઢાના માસ્ક અને હેન્ડ સેનેટાઇઝરને પણ જોડી દેવામાં આવ્યા છે. 


મંત્રીએ કહ્યું, 'અમે વધુ ત્રણ વસ્તુઓ- સાબુ, ડેટોલ અને લાઇઝોલ જેવા ફર્શ તથા હાથ સાફ કરવાના તરલ ક્લીનરની સાથે-સાથે થર્મલ સ્કેનરના ભાવ પર નજર રાખી રહ્યાં છીએ, કારણ કે કોરોના વાયરસના સંક્રમણના ડરથી તેની માગ વધી ગઈ છે. આ વસ્તુઓના ભાવ પર દેશભરમાં 114 સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...