લખનઉ : ગુજરાતના બનાસકાંઠામાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કરમ મુદ્દો સામે આવ્યા બાદ ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીનેયુપી અને બિહારનાં લોકો પર હૂમલાઓ કરવામાં આવી રહ્યા છે જેના કારણે તેઓ ખોફમાં છે. બિન ગુજરાતીઓ પર થઇ રહેલા સમાચારોની નિંદા કરવામાં આવી રહી છે. આ તરફ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં હૂમલાની નિંદા કરી રહી છે. આ તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કરી. ત્યાર બાદ યોગી આદિત્યનાથે સમાચાર એજન્સી ANIને વાતચીત અંગે જણાવ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગી આદિત્યનાથે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીએ મને કહ્યું કે, ગત્ત ત્રણ દિવસોમાં કોઇ પણ વિવાદાસ્પદ ઘટના નથી થઇ.યોગીએ કહ્યું કે, જે લોકો ગુજરાતનાં વિકાસથી ખુશ નથી તેઓ આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે. ગુજરાત સરકારની તરફથી આ મુદ્દે જરૂરી પગલાઓ ઉઠાવવામાં આવ્યા છે. 

બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલત કાબુમાં છે. તેમણે લોકોને ભાઇચારો અને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી. આરોપીને 24 કલાકની અંતર ધરપકડ કરવામાં આવી ચુકી છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

બીજી તરફ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ વિજય રૂપાણી સાતે વાત કરી. નીતીશ કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, રવિવારે સાંજે મે તેમની સાથે વાત કરી. મે તેમને કહ્યું કે, જે કોઇ પણ આ મુદ્દે દોષીત છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, પરંતુ તમામ લોકોને પરેશાન ન કરવામાં આવવા જોઇએ.

આ મુદ્દે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ નિંદા કરી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતમાં ઉત્તર ભારતીય પર થઇ રહેલા હૂમલાની નિંદા કરૂ છું. ગુનેગારોને કડક સજા મળે. તેના માટે સમગ્ર દેશ તે પીડિત પરિવારની સાથે ઉભો છે. જો કે એક ગુનેગારને કારણે અમે સમગ્ર પ્રદેશને ખોટા ન ઠેરવી શકે. આજે ગુજરાતમાં 48 IASઅને 32 IPS ઉત્તર પ્રદેશ અને બિહારનાં છે. આપણે બધા જ એક છીએ જય હિંદ.