નવી દિલ્હીઃ ઝારખંડના હજારીબાગમાં એક વિચિત્ર આકૃતિવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર શુક્રવારે સાંજથી આવ વીડિયો શેર થવાનું શરૂ થયું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો કે હજારીબાગના કટકમસાંડી-ચતરા રોડમાં છડવા ડેમની પાસે નવા બનેલા પુલ પર શુક્રવારે રાત્રે વિચિત્ર આકૃતિ જોવા મળી હતી. વીડિયો અને તેની તસવીરોને લઈને લોકો પોતાના મત પ્રમાણે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. 


હકીકતમાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે અહીં સંપૂર્ણ અંધારૂ છે. પછી બાઇકની લાઇટથી રસ્તાના કિનારા પર ચાલતી વિચિત્ર આકૃતિ જોવા મળે છે. બે બાઇક સવાર ઝડપથી નિકળી જાય છે. પરંતુ અન્ય બે બાઇક સવાર લોકો આકૃતિને જોઈને રોકાય છે અને તેમાંથી એક વ્યક્તિ મોબાઇલ પર વીડિયો બનાવવાનું શરૂ કરે છે. સાથે તેનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે કે કોઈ ચુડેલ છે. તે આકૃતિ ચાલતા-ચાલતા પાછળ પણ થોડી ક્ષણ માટે જુએ છે અને પછી ચાલવાનું શરૂ કરી દે છે. આ આકૃતિ જ્યારે થોભે છે તો એટલી પાતળી લાગે છે જેમ કે કોઈ થર્મોકોલની સીટ હોય.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube