અલગ અલગ સ્માર્ટફોન એપ્સ જ આ મોબાઈલ ડિવાઈસને સ્માર્ટ બનાવતી હોય છે. પરંતુ કેટલીક એપ્સ એટલી ખતરનાક હોય છે કે વાત જ ન  પૂછો. લોકપ્રિય વિન્ડોઝ યુટિલિટી ટૂલ CCleaner નો ઉપયોગ એપ તરીકે મોબાઈલ ડિવાઈઝમાં પણ કરી શકાય છે. પરંતુ હવે તેનો ડેટા લીક થવાની જાણકારી સામ આવી છે. આ એપ બનાવનારી કંપની Gen Digital એ ઈમેઈલ મોકલીને પોતાના યૂઝર્સનો ડેટા લીક થયાની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gen Digital એ જણાવ્યું કે હેકર્સે હજારો સંસ્થાઓ તરફથી ઉપયોગમાં લેવાતા ફાઈલ ટ્રાન્સફર ટૂલ MOVEit માં રહેલી એક ખામીનો ઉપયોગ કર્યો અને યૂઝર્સનો ડેટા ચોરી કરી લીધો. કંપનીનો દાવો છે કે આમ છતાં યૂઝર્સની બેંકિંગ ડિટેલ્સ, ક્રેડિટ કાર્ડ નંબર અને લોગિન ઈન્ફોર્મેશન જેવી ચીજો એકદમ સુરક્ષિત છે અને પ્રભાવિત થઈ નથી. 


ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે ડેટા
સામે આવ્યું છે કે યૂઝર્સનો જે પર્સનલ ડેટા લીક થયો છે તેમાં નામ, કોન્ટેક્ટ નંબર અને બિલિંગ ઈન્ફોર્મેશન સામેલ છે. આ ડેટાને હેકર્સે વેચાણ માટે ડાર્ક વેબ પર લિસ્ટ કર્યો છે. કંપનીના પ્રવક્તાએ techCrunch ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું ેચ કે તમામ યૂઝર્સે પરેશાન થવાની જરૂર નથી અને ફક્ત 2 ટકા યૂઝર્સ આ લીકના પગલે પ્રભાવિત થયા છે. 


કંપનીએ આપી વધુ સુરક્ષા
ડેટા લીકથી પ્રભાવિત થનારા યૂઝર્સને CCleaner મેકર્સે ઈમેઈલ મોકલીને આ ડેટા લીકની જાણકારી આપી છે અને વધુ સુરક્ષા પણ અપાઈ રહી છે. મેકર્સ આ યૂઝર્સને 6 મહિના માટે ફ્રી BreachGuard સેવા ઓફર કરી રહ્યા છે. આ યુટિલિટી ટૂલ ડાર્ક વેબ પર ડેટા લીક્સને મોનીટર કરે છે અને કોઈ અન્યથી પર્સનલ ડેટા વેચાવા પર જાણકારી આપી છે. 


અત્રે જણાવવાનું કે હેકર્સે આ વર્ષે મે મહિનાથી જ MOVEit નો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો હતો અને હેકિંગની કોશિશ કરી રહ્યા હતા. સામે આવ્યું છે કે ત્યારથી અત્યાર સુધીમાં 6.6 કરોડથી વધુ યૂઝર્સ તેના કારણે પ્રભાવિત થયા છે અને આ વર્ષ 2023ના સૌથી મોટા હેક્સમાં સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube