નવી દિલ્હી: પશુઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પીપલ્સ ફોર ધી એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા)એ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર લોકોને અપીલ કરી કે તેઓ ગાયના ઘીનો ઉપયોગ ન કરે, પરંતુ તેની જગ્યાએ શાકાહારી ઘી વાપરે. પેટાએ પોતાની વેબસાઈટ પર શાકાહારી ઘી બનાવવાની રેસિપી પણ આપી છે. જેથી કરીને લોકો ગાયનું ઘી છોડીને શાકાહારી ઘી અપનાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં પેટાએ કહ્યું કે ગાયના ઘીનો ઉપયોગ ન કરવા બદલ ગાય પણ ખુશ થશે. જો કે પેટાની આ અપીલ પર વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પૂછી રહ્યાં છે કે શું ગાયનું ઘી શાકાહારી નથી, જ્યારે મોટી સંખ્યામાં લોકોનું કહેવું છે કે પેટા થોડા દિવસ પહેલા બકરી ઈદ હતી ત્યારે ક્યાં હતીં. પેટાએ ટ્વિટ કરી છે કે જન્માષ્ટમીના શુભ અવસરનો ઉત્સવ શાકાહારી ઘી અને અન્ય બિનડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરીને કરો. તેનાથી ગાય પણ ખુશ રહેશે. પેટાએ શાકાહારી ઘી બનાવવાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે અને પોતાની વેબસાઈટ પર આવું ઘી બનાવવાની વિધિ પણ આપી છે. 



શાકાહારી ઘી બનાવવાની વિધિ
સામાગ્રી 250 એમએલ કોપરેલ, 2-3 જમરૂખના પાંદડા, 3-4 મીઠો લીમડો, થોડું મીઠુ, હળદર અને હીંગ


વિધિ: ધીમા તાપે પેન ગરમ કરવા મૂકો, તેમાં નારિયેળનો તેલ એટલે કે કોપરેલ નાખો. જમરૂખ મને મીઠા લીમડાના પત્તા નાખો. હવે હળદર, મીઠુ અને હીંગ નાખો. પાંચ મિનિટ ઉકાળો, ઠંડુ થવા દો. બસ તૈયાર છે પેટાનું શાકાહારી ઘી. 


લોકોએ કહ્યું કે બકરી ઈદ પર ક્યા હતાં


પેટાની આ સલાહ જાણીને સોશિયલ મીડિયા પર લોકોએ  ખુબ સંભળાવ્યું. મકરંદ પરાંજપેએ લખ્યું કે પરંતુ શું તમને ખબર નથી કે વનસ્પતિ ઘી સ્વાસ્થ્ય માટે સારૂ નથી. જવા દો.. અચાનક જન્માષ્ટમીના દિવસે તમને શાકાહારી ઘીની યાદ કેમ આવી ગઈ. હું એમ નહીં પૂછું કે બકરી ઈદ પર તમારો પશુપ્રેમ ક્યાં ગયો હતો. 



યશંવંત દેશમુખે ક્હ્યું કે આવી ટ્વિટ કરવા માટે ખુબ પાખંડની જરૂર હોય છે. જ્યારે દૂધ અને ઘીનો ઉપયોગ કરવો પણ એનિમલ રાઈટ્સ વિરુદ્ધ થઈ ગયાં. પછી તો પોતાના બાળકોને દૂધ પીવડાવવું પણ માનવાધિકારોની વિરુદ્ધ થશે. પેટા ઈન્ડિયા તો આમ જ કહી રહ્યું છે. 


પંકજ કૌશલે કહ્યું કે જ્યારે હિંદુઓના તહેવાર આવે છે ત્યારે પેટા જેવા જોકર, પર્યાવરણવીદો અને મિલાડ્સ વગેરે સક્રિય થઈ જાય છે. 



સોશિયલ મીડિયા પર લોકો તેને હિંદુ ધર્મનું અપમાન પણ ગણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ભગવાન કૃષ્ણને ગાયનું ઘી, માખણ, દૂધ અને ઘી પસંદ હતાં. તમામ ડેરી ઉત્પાદનોનું હિંદુ ધર્મમાં ખુબ મહત્વ છે. તેમનું કહેવું છે કે પંચામૃત બનાવ્યાં વગર હિંદુ પૂજાની કલ્પના પણ ન થઈ શકે. આવામાં પેટા દ્વારા તેમના પર સવાલ કરવો એ હિંદુ ધર્મનું અપમાન છે.