દુનિયા કહી રહી છે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું, BJP ટ્વિટ કરીને કહી રહી છે સસ્તુ થયું
સોમવારે ભારત બંધ દરમિયાન દેશભરમાં વિપક્ષી પાર્ટીઓએ વિરોધ-પ્રદર્શન કર્યા, તો બીજી તરફ ભાજપે તેને સંપૂર્ણપણે ફ્લોપ ગણાવ્યું.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતા ભાવવધારા વિરૂદ્ધ મુખ્ય વિપક્ષી કોંગ્રેસ જમીન પર વિરોધ કર્યા બાદ હવે સોશિયલ મીડિયા પર ભાજપ રોષ ઠાલવી રહ્યા છે. કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા વિરૂદ્ધ ભારત બંધ કર્યું તો સત્તાધારી ભાજપે પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પરથી કેટલાક ઇંફોગ્રાફિક્સ શેર કર્યા. આ ઇંફોગ્રાફિક્સમાં એ પ્રકારના આંકડા દર્શાવ્યા છે કે કોંગ્રેસની સરકારના મુકાબલે હાલના સમયમાં ઉત્પાદ સસ્તા છે. તેના જવાબમાં કોંગ્રેસ દ્વારા પણ ઇંફોગ્રાફિક્સ શેર કરવામાં આવ્યા. ભાજપની પોસ્ટ પર સામાન્ય જનતા પણ કૂદી પડી અને મોટાભાગના લોકો તેને ભ્રામક અને ખોટા ગણાવવા લાગી.
ભાજપના ઇંફોગ્રાફિક્સમાં બતાવવામાં આવ્યું છે કે યૂપીએના સમયમાં કાચા તેલના ભાવના મુકાબલે પેટ્રોલ-ડીઝલ મોંઘુ હતું, જ્યારે ભાજપના રાજમાં કાચા ઓઇલના ભાવ ત્યારથી વધુ છે પછી પેટ્રોલ-ડીઝલના ભાવ પર નિયંત્રણ છે. ભાજપ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અનુસાર 16 મે 2014 સુધી કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએસ સરકાર દરમિયાન પેટ્રોલની કિંમતોમાં 75.8 ટકાનો વધારો થયો હતો. ભાવ 40.62 રૂપિયા વધીને 71.41 રૂપિયા સુધી પહોંચી ગઇ. પરંતુ ભાજપના શાસનમાં 16 મે 2014થી માંડીને 10 સપ્ટેબર 2018 સુધી ભાવમાં 13 ટકાનો વધારો થયો. પેટ્રોલના ભાવ 71.41 રૂપિયાથી વધીને 80.73 સુધી પહોંચી ગયા છે.
આ તરફ ડીઝલના ભાવમાં પણ 2009 થી 2004 સુધી યુપીએ સરકાર દરમિયાન ડીઝલના ભાવમાં 83.7 ટકાનો વધારો થયો. ભાવ 30.86 રૂપિયા વધીને 56.71 રૂપિયા સુધી પહોંચી ગયા. ભાજપના શાસનમાં 16 મે 2014 થી લઇને 10 સપ્ટેમ્બર 2018 સુધી ભાવમાં 28 ટકાનો વધારો થયો. ડીઝલના ભાવ 56.71 રૂપિયાથી વધીને 72.83 રૂપિયા પહોંચી ગયા.
તેના જવાબમાં કોંગ્રેસ પણ બિલકુલ ભાજપની માફક જ ઇંફોગ્રાફી ટ્વિટ કર્યું. જોકે તેમાં કોંગ્રેસે પોતાના હિસાબે કાચા ઓઇલની કિંમતો અને પેટ્રોલ-ડીઝલના ભાવનો રેશિયો દર્શાવ્યો છે. કોંગ્રેસની ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે 16 મે 2009થી માંડીને 16 મે 2014 સુધી જ્યારે પેટ્રોલના ભાવ 40.62 રૂપિયાથી વધીને 71.41 રૂપિયા થયા, તે દરમિયાન કાચા ઓઇલના ભાવમાં 84 ટકાનો વધારો થયો હતો. તો મોદી સરકારમાં 16 મે 2014 થી માંડીને 10 સપ્ટેમ્બર 2018 દરમિયાન કાચા ઓઇલના ભાવમાં 34 ટકાનો ઘટાડો થયો 107 ડોલર પ્રતિ બેરલથી 71 ડોલર પ્રતિ ડોલર થઇ ગયો. તેમછતાં પેટ્રોલના ભાવમાં વધારો થયો પેટ્રોલ 71 રૂપિયાથી વધીને 80ને પાર પહોંચી ગયું.
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ પર મચેલા ઘમાસાણ વચ્ચે ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોતાના રાજ સારું ગણાવવાની હોડ મચી છે. સોમવારે ભારત બંધ દરમિયાન દેશભરમાં વિપક્ષી પાર્ટીઓએ વિરોધ-પ્રદર્શન કર્યા, તો બીજી તરફ ભાજપે તેને સંપૂર્ણપણે ફ્લોપ ગણાવ્યું. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના લોકો બળજબરીપૂર્વક ભારતમાં સામેલ કરાવવામાં આવ્યા. લોકો પોતાની ઇચ્છાથી ભારત બંધમાં સમર્થન કરતા ન હતા. તો વિપક્ષી પાર્ટીઓનું કહેવું હતું કે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધતા જતા ભાવ વધારાથી લોકોએ તેમની સાથે ઉભા રહીને સરકારના વિરૂદ્ધ વિરોધ નોંધાવ્યો.