પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો કેટલી થઇ કિંમત
મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાના વધારા બાદ પેટ્રોલનો ભાવ 87.50 રૂપિયા થઇ ગયો છે. ત્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસાના વધારા બાદ ડીઝલનો ભાવ 77.37 રૂપિયા પહોંચી ગયો છે.
નવી દિલ્હી: રાજધાનીમાં સોમવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલની કિંમત 0.21 પૈસા વધીને 82.03 રૂપિયા પહોંચી ગઇ છે ત્યાં ડીઝલની કિંમત 0.29 પૈસા વધીને 73.82 રૂપિયા થઇ ગઇ છે. મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાના વધારા બાદ પેટ્રોલનો ભાવ 87.50 રૂપિયા થઇ ગયો છે. ત્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસાના વધારા બાદ ડીઝલનો ભાવ 77.37 રૂપિયા પહોંચી ગયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. હાલના સમયમાં ઈંધણના ભાવ ફરી એકવાર ત્રણ અઠવાડીયાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યો છે. ઉત્પાદન ખર્ચ કપાત તથા સરકારી તેલ કંપનીઓને એક રૂપિયા સબસીડી આપ્યા પછી ઈંધણના ભાવમાં આ વધારો નોંધાયો છે. કપાત બાદ ત્રણ દિવસમાં રાજધાનીમાં પેટ્રોલ 53 પૈસા પ્રતિ લિટર, ત્યારે ડીઝલનો ભાવ 87 પૈસા વધી ગયો છે.
તેલ કંપનીઓને આપી 1 રૂપિયાની સબસીડી
પેટ્રોલ, ડીઝલના ભાવમાં ચાર ઓક્ટોબરે 2.50 રૂપિયાનો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારે જ્યાં ઉત્પાદન ખર્ચમાં 1.50 રૂપિયા લિટર કપાત આપી હતી ત્યાં સાર્વજનિક ક્ષેત્રમાં પેટ્રોલીયમ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ પર એક રૂપિયે લિટર સબસીડી આપી હતી. ભાજપ શાસિત રાજ્યોમાં કપાત થઇ કેમકે તે રાજ્યોમાં સ્થાનીય ટેક્સ અથવા વેટમાં પણ 2.50 રૂપિયા કપાત થઇ છે. એટલેકે તે રાજ્યોમાં ભાવ પાંચ રૂપિયા ઘટ્યા હતા.
કપાતના આગલા દિવસે વધ્યો ફરી ભાવ
આ કપાતના આગલા દિવસે ફરી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સાર્વજનિક ક્ષેત્રમાં તેલ કંપનીઓ દ્વારા ચાલુ ભાવ સૂચનના અનુસાર પેટ્રોલનો ભાવ શનિવારે 18 પૈસા તથા રવિવારે 7 ઓક્ટબરે 14 પૈસા લિટરમાં વધ્યો હતો. કિંમતમાં કપાત બાદ દિલ્હીમાં પેટ્રોલ 81.50 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. ત્યારે રવિવાર આ ભાવ 81.82 રૂપિયા લીટર પહોંચી ગયો હતો.