રક્ષાબંધન પર સરકારે આપ્યા સારા સમાચાર? બહાર જતા પહેલા પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો
![રક્ષાબંધન પર સરકારે આપ્યા સારા સમાચાર? બહાર જતા પહેલા પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો રક્ષાબંધન પર સરકારે આપ્યા સારા સમાચાર? બહાર જતા પહેલા પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2024/08/19/581711-petrol198245.jpg?itok=S9XEGIUF)
આજે રક્ષાંબધન છે. અને સવાર સવારમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાહેર કરી દીધા છે. 19 ઓગસ્ટના રોજ દેશભરના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે.
આજે રક્ષાંબધન છે. અને સવાર સવારમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાહેર કરી દીધા છે. 19 ઓગસ્ટના રોજ દેશભરના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. જો કે રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. રોજ સવારે 6 વાગે ભારતીય ઓઈલ કંપનીઓ લેટેસ્ટ ભાવ જાહેર કરે છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં આજે ક્રુડ ઓઈલનો ભાવ 80 ડોલરની આસપાસ છે. જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ અને તમે તમારા શહેરમાં લેટેસ્ટ રેટ કેવી રીતે જાણી શકો તે પણ માહિતી જાણો.
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઈ 103.94 89.97
કોલકાતા 103.94 90.76
ચેન્નાઈ 100.85 92.44
બેંગ્લુરુ 102.86 88.94
લખનઉ 94.65 87.76
નોઈડા 94.66 87.76
ગુરુગ્રામ 94.98 87.85
ચંડીગઢ 94.24 82.40
પટણા 105.42 92.27
OMCs બહાર પાડે છે ભાવ
અત્રે જણાવવાનું કે દેશની ઓઈલ માર્કેટ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડે છે. જો કે 22 મે 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. ઘરે બેઠા પણ તમે ભાવ ચેક કરી શકો છો.
ઘરે બેઠા આ રીતે ચેક કરી શકો ભાવ
તમે ખુબ સરળતાથી તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે તમારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે કે પછી એક SMS મોકલવાનો રહેશે. જો તમે ઈન્ડિયન ઓઈલના કસ્ટમર હોવ તો RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ના કસ્ટમર હોવ તો RSP લખીને 9223112222 નંબર પર એસએમએસ મોકલી શકો છો.