Petrol Diesel Price: વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના માણસની કમર તૂટી ગઈ છે. પગારની સામે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ સતત વધી રહ્યો છે. જેટલી આવક નથી તેની સામે જાવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડાને લઈને મોટી ખબર સામે આવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ લોકોના ખિસ્સા પર મોટી અસર કરે છે. જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે, તો ઘણી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ-ડીઝલમાં થતા ભાવ વધારાને પગલે સામાન્ય માણસ હોય કે મધ્યમ વર્ગીય માણસ દરેકના ઘરનું બજેટ બદલાઈ જાય છે. પૈસાદાર લોકોને પણ એની અસર જરૂર વર્તાય છે. ત્યારે ઉલ્લેખનીય છેકે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો લાંબા સમયથી સ્થિર છે. જો કે હવે એવી ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાના સંકેતો આપવામાં આવ્યા છે.


 


પેટ્રોલ અને ડીઝલના ભાવ-
દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાથી વધુ છે, જ્યારે ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ છે. જો કે એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓઈલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કે હવે સરકાર તરફથી એવા સંકેતો મળી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.


તેલના ભાવ-
મોદી સરકારમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે ઓઈલ કંપનીઓના નુકસાનની ભરપાઈ કરવામાં આવી રહી છે. જે બાદ ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા પર વિચાર કરી શકે છે. તેમણે કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર રહેશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.


લોકોને રાહતની આશા-
જણાવી દઈએ કે વર્ષ 2024માં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જો તેલ કંપનીઓ ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે તો સરકારને પણ તેનાથી ઘણી રાહત મળશે. પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને વિપક્ષ પણ સરકાર પર જોરદાર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. જો કે હવે પેટ્રોલિયમ મંત્રીના આદેશ બાદ લોકો તેલ કંપનીઓ પાસેથી રાહતની આશા રાખી રહ્યા છે.