નવી દિલ્હી : દેશનાં નિકાસ કારોબારમાં ફેબ્રુઆરી દરમિયાન 2.44 ટકાનો સામાન્ય વધારો નોંધાયો છે જો કે સોનું અને પેટ્રોલિયમ પદાર્થોનાં આયાત ઘટવાથી મહિના દરમિયાન વ્યાપારનું નુકસાન ઘટીને 9.6 અબજ ડોલર પર સમેટાઇ ગયું. દેશનાં વાણીજ્યિક નિકાસ ફેબ્રુઆરીમાં ગત્ત વર્ષના આ મહિનાની તુલનાએ 2.44 ટકા વધીને 26.67 અબજ ડોલર પર પહોંચી ગઇ. ફેબ્રુઆરી 2018માં તે 26.03 અબજ ડોલર રહ્યું હતું. આ દરમિયાન ઔષધી, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનાં ઉપ્પાદનોનાં નિકાસની માંગ વધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયાત ઘટીને 36.26 અબજ ડોલર થઇ ગઇ
આયાત 5.4 ટકા ઘટીને 36.26 અબજ ડોલર રહી ગઇ. તેનાથી ફેબ્રુઆરીમાં વ્યાપારિક નુકસાન 1 વર્ષ પહેલા આ મહિનાનાં વેયાપાર નુકસાન ઘટીને 9.6 અબજ ડોલર રહી ગયું. કોઇ દેશનો નિકાસ જો આયાતની તુલનાએ ઘટતું રહે છે તો તેવે વ્યાપારિક નુકસાન થાય છે. 1 વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં તે 12.3 અબજ ડોલર રહ્યું હતું. જ્યારે 1 મહિના પહેલા જાન્યુઆરી 2019માં તે 14.73 અબજ ડોલર રહ્યું હતું. 

પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત પણ ઘટી
આયાતમાં ઘટાડાનુ મુખ્ય કારણ ફેબ્રુઆરીમાં સોનું અને પેટ્રોલિયમ ઉત્પાદન આયાત ઘટતા રહે છે. ફેબ્રુઆરી 2019માં સોનાની આયાત એક વર્ષ પહેલા આ જ મહિનાની તુલનાએ 11 ટકા ઘટીને 2.58 અબજ ડોલર રહી ગયું. બીજી તરફ પેટ્રોલિયમ ઉત્પાદનનું આયાત 8 ટકા ઘટીને 9.37 અબજ ડોલર રહ્યું. 

જ્યાં સુધી એપ્રીલથી ફેબ્રુઆરી 2018-19ની અવધિ દરમિયાન આયાત - નિકાસની વાત છે આ 11 મહિના દરમિયાન દેશનો કુલ નિકાસ 298.47 અબજ ડોલર રહ્યું જ્યારે કુલ આયાત 9.75 ટકા વધીને 464 અબજ ડોલર પર પહોંચી ગઇ. એપ્રીલ 2018થી ફેબ્રુઆરી 2019ની અવધિમાં વ્યાપારીક નુકસાન વધીને 165.52 અબજ ડોલર પર પહોંચી ગયું. આ દરમિયાન પેટ્રોલિયમ આયાત 128.72 અબજ ડોલરનું રહ્યું હતું જે એક વર્ષ પહેલાનાં આ સમયની તુલનાએ 37.98 ટકા વધારે રહ્યું. 

નિકાસકારોના મહાસંઘ ફિયોના અધ્યક્ષ ગણેશકુમાર ગુપ્તાએ નિકાસ - આયાતના આંકડાઓ અંગે પોતાની ટીપ્પણી કરતા કહ્યું કે, નિકાસકારોએ તમામ પડકારો અને પરેશાનીઓ છતા પણ ઘણુ જ સારુ પ્રદર્શન કર્યું છે.