PFI Banned: આ 10 કારણ જેના લીધે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
PFI Banned : તપાસ એજન્સીઓએ દાવો કર્યો છે કે પીએફઆઈ ઘણી દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતું. આ કારણે સરકારે સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ PFI Banned IN India: ભારત સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર મોટી કાર્યવાહી કરતા તેના પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે UAPA હેઠળ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે પાછલા દિવસોમાં પીએફઆઈના ઘણા ઠેકાણા પર NIA એ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન લગભગ 100થી વધુ પીએફઆઈ કાર્યકર્તાઓની ધરપકડ થઈ હતી. સૂત્રો પ્રમાણે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવવાના ઘણા મુખ્ય આધાર છે.
આ છે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ લાગવાના કારણ
1. પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા છેલ્લા કેટલાક વર્ષોથી હિંસક ગતિવિધિઓ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતું, તેની હાજરી 17 પ્રદેશોમાં હતી.
2. પીએફઆઈ કેડરને સતત પ્રેરિત કરવામાં આવી રહી હતી કે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થાય અને દેશની શાંતિ ભંગ કરે, તેથી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
3. પોલીસ અને એનઆઈએ દ્વારા પીએફઆઈની કેડરો પર 1300થી વધુ કેસ દાખલ છે, તેમાં તેના સંગઠનો પણ સામેલ છે.
4. આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે પણ તેના સંબંધની ભૂમિકા સાબિત થઈ છે, જેમાં આઈએસઆઈએસ અને જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ મુખ્ય છે. તે સંબંધિત સમય-સમય પર એનઆઈએ અને રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચુકી છે.
5. છેલ્લા છ વર્ષોમાં ઓછામાં ઓછા 5 હત્યાઓના એવા કેસ સામે આવ્યા છે, જેમાં પીએફઆઈના સભ્યોની ભૂમિકા છે. આ સિવાય અન્ય સભ્યોને પ્રેરિત કરવા માટે આ ઘટના સંબંધિત વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ, દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનોની થશે કાયાકલ્પ, સરકારે બનાવ્યો પ્લાન
6. છેલ્લા 5 વર્ષોમાં આ હત્યાકાંડને કેરલ અને તમિલનાડુમાં અંજામ આપવામાં આવ્યા. અલ કાયદા અને આઈએસઆઈએસની ટ્રેનિંગ વીડિયો જેવા વીડિયો પણ મળ્યા હતા.
7. કેરલમાંથી જેહાદી લિટરેચર તપાસ એજન્સીઓ દ્વારા રિકવર કરવામાં આવ્યું હતું, જેનાથી તે સાબિત થાય છે કે પીએફઆઈની એક મિલિટ્રી વિંગ પણ હતી, જેમાં તેને આર્મી ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.
8. પીએફઆઈ પર પ્રતિબંધનો મુખ્ય આધાર તે પણ છે કે તે સતત તેના કાર્યકરોને હથિયારબંધ ટ્રેનિંગ આપી રહ્યું હતું, જેનાથી કોઈ વિશેષ ધર્મ કે સમુદાયને ટાર્ગેટ કરી શકાય.
9. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે આ વર્ષે જુલાઈમાં કર્ણાટકમાં થયેલા હત્યાકાંડને પણ પીએફઆઈના સભ્યો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાનું તે પણ મુખ્ય કારણ હતું.
10. તમામ નાણાકીય કાયદાને છેદ ઉડાલતા પીએફઆઈ અને તેને સંબંધિત એજન્સીઓને સતત દેશ અને વિદેશથી પૈસા મળતા હતા, જેનો ઉપયોગ તે ગેશ વિરોધી ગતિવિધિઓ ચલાવવા માટે કરતા હતા. 500થી વધુ શંકાસ્પદ ખાતા છે, જેના દ્વારા પીએફઆઈને ફંડ મળી રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube