PFI પર આ સપ્તાહે લાગી શકે છે પ્રતિબંધ, કેન્દ્રીય એજન્સીઓએ સરકારને આપી સલાહ
PFI Raid Latest News: પીએફઆઈ (PFI) પર પ્રતિબંધ લગાવવાની તૈયારી છે. આ સપ્તાહે કેન્દ્ર સરકાર પ્રતિબંધ લગાવી શકે છે. સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાની સલાહ આપી છે.
નવી દિલ્હીઃ PFI Ban: સુરક્ષા એજન્સીઓએ દેશના 9 રાજ્યોમાં પોપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 22 સપ્ટેમ્બરે દરોડા પાડ્યા બાદ આરોપીઓની પૂછપરછના આધારે અન્ય સ્થળોએ પણ રેડ પાડવામાં આવી રહી છે. દિલ્હીથી 30 પીએફઆઈના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી એજન્સીઓને ખુબ મહત્વની જાણકારી મળી હતી અને તે જાણકારીઓને રાજ્યની સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી જેથી પીએફઆઈ નેતાઓ અને આતંકીઓ પર એક સાથે કાર્યવાહી કરી શકાય. પીએફઆઈ પર બેન લગાવવાની તૈયારી છે. આ સપ્તાહે પીએફઆઈ પર પ્રતિબંધ લાગી શકે છે. સુરક્ષા એજન્સીઓની સલાહ પર કેન્દ્ર સરકાર પ્રતિબંધ લગાવી શકે છે.
પીએફઆઈ પર આ સપ્તાહે લાગી શકે છે પ્રતિબંધ
હકીકતમાં એજન્સીઓની આ કાર્યવાહીને PFI પર પ્રતિબંધ લગાવતા પહેલાની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં PFI ના નેતાઓ અને કાર્યકર્તાઓ પર આતંકી ઘટનાઓમાં સામેલ અને વિદેશી ફન્ડિંગના આરોપ લાગ્યા હતા. તેના પૂરાવા પણ મળી રહ્યાં છે. PFI સાથે જોડાયેલા નેતાઓની UAPA અને મની લોન્ડ્રિંગ જેવા કડક કાયદાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સંગઠન પર સતત લગામ લગાવવી મુશ્કેલ થઈ રહી હતી અને આ કારણ છે કે ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય અને રાજ્યોની સુરક્ષા એજન્સીઓ સાથે મળીને એક સાથે પીએફઆઈના નેતાઓ પર કાર્યવાહી કરી છે.
પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામીના સંપર્કમાં પીએફઆઈ નેતા
22 સપ્ટેમ્બરની કાર્યવાહીમાં પીએફઆઈની સીનિયર લીડરશિપની ધરપકડ કરવામાં આવી હતી જેથી કેડર અને સંગઠન વિશે જાણકારી મેળવી શકાય. ત્યારબાદ ધીમે-ધીમે જાણકારીના આધાર પર રાજ્યોની પોલીસ પોતાના રાજ્યોમાં પીએફઆઈના નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓની નજર અને તેને આપેલા ઇનપુટના આધાર પર એજન્સીઓ પીએફઆઈ પર કાર્યવાહી કરી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછમાં ખુલાસો કર્યો કે આ સંગઠનનો સંબંધ ન માત્ર બાંગ્લાદેશના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી સાથે હતો પરંતુ તે પોતાના સંગઠનમાં હિંસક અને કટ્ટર મુસ્લિમોની ભરતી કરી રહ્યાં હતા. જેના દ્વારા દેશમાં આતંકી ઘટનાને અંજામ આપી શકાય.
તપાસમાં થયો મોટો ખુલાસો
તપાસ એજન્સીઓ પ્રમાણે પીએફઆઈના નેતાઓ અને કાર્યકર્તાઓ પર આશરે 700 કેસ નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના UAPA જેવા ગંભીર આરોપો છે, તેમાંથી 15 લોકોની આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે તેના નિશાન પર ન માત્ર ભાજપ અને આરએસએસના નેતા પરંતુ કોંગ્રેસના નેતા પણ નિશાના પર હતા. કર્ણાટકના પીએફઆઈ અધ્યક્ષ યાસિર હસને એજન્સીઓને જણાવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અખંડા શ્રીનિવાસ પણ તેમના નિશાના પર હતા અને તેમની હત્યા કરવા માટે ધારાસભ્યના ઘરની પાસે એક ઘર પણ લીધુ જેથી અંખડાને નિશાન બનાવી શકાય. અખંડાએ પયગંબરને લઈને નિવેદન આપ્યું હતું કે જેના કારણે યાસિર તેની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube