પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) નું ટ્વિટર એકાઉન્ટ બેન કરી દેવાયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ પર 5 વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ આ કાર્યવાહી થઈ છે. ભારત સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ પીએફઆઈનું એકાઉન્ટ બેન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બરે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો. અનેક રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ તથા એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણા પર દરોડા પાડીને અનેક લોકોની ધરપકડ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું. પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી. 


કયા સંગઠનો પર લાગ્યો પ્રતિબંધ?


- પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)
- રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન
- કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા
- ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ
- NCHRO
- નેશનલ વીમેન્સ ફ્રન્ટ
- જૂનિયર ફ્રન્ટ
-એમ્વાયર ઈન્ડિયા ફાઉન્ડેશન
- રિહેબ ફાઉન્ડેશન (કેરળ)


આ અગાઉ 22 સપ્ટેમ્બરે 15 રાજ્યોમાં PFI ના અનેક ઠેકાણાઓ પર NIA, ED અને અન્ય એજન્સીઓએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ 9 રાજ્યોમાં પણ એજન્સીઓ પીએફઆઈના ઠેકાણાઓ પર તાબડતોડ રેડ પાડી. દરોડા દરમિયાન સરકારને પીએફઆઈ વિરુદ્ધ પૂરતા પૂરાવા મળ્યા, ત્યારબાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ અને તે સંલગ્ન 8 સંગઠનો પર દેશભરમાં પ્રતિબંધ લગાવ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube