નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે ભારતને ચોથી વેક્સિન મળી શકે છે. દુનિયાની સૌથી અસરકારક વેક્સિન બનાવનારી કંપની ફાઇઝર (Pfizer) ભારતના સંપર્કમાં છે. ભારતમાં પોતાની કોરોના વેક્સિનને મંજૂરી અપાવવા માટે તે હાલ વાતચીત કરી રહી છે. ફાઇઝર (Pfizer) અમેરિકી વેક્સિન નિર્માતા કંપની છે જે હવે ભારત આવી શકે છે. ઘણા નિષ્ણાંતોએ આ રસીને કોરોના સંક્રમણ વિરુદ્ધ સૌથી વધુ અસરકારક માની છે. આ રસીએ પોતાની તમામ ટ્રાયલમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ 92 ટકાથી 95 ટકા સુધી અસરકારકતા દેખાડી છે. વેક્સિનનું નામ BNT162b2 છે, જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ પણ અસરકારક અને સુરક્ષિત કોરોના વેક્સિનની યાદીમાં સામેલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થતા લોકોનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છેચ. સ્થિતિ કાબુ બહાર છે. તેવામાં ભારત સરકાર વેક્સિનેશનને કોરોનાનો સામનો કરવાના સૌથી મોટા ઉપાય તરીકે જોઈ રહી છે. હાલ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન ઉપલબ્ધ છે. રશિયાની સ્પૂતનિક વીને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. 1 મેથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ Karnataka: ઓક્સિજન ન મળવાના કારણે 24 દર્દી મોતને ભેટ્યા, રાહુલ ગાંધીએ કહ્યું- આ મોત કે હત્યા?


ભારત આવતા પહેલા રાખી શરત
ભારતમાં આવતા પહેલા ફાઇઝર કંપનીએ એક શરત રાખી દીધી છે. ફાઇઝરે કહ્યું કે, તે પોતાની કોવિડ-19 વેક્સિન માત્ર સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા આપશે. તેનો મતલબ છે કે લગભગ આ વેક્સિન દેશની ખાનગી હોસ્પિટલોમાં ન મળે, જ્યાં સુધી સરકાર આ ખાનગી સંસ્થાઓને વેક્સિન ન આપે. 


ફાઇઝરનો આ નિર્ણય તેવા સમયે આવ્યો છે, જ્યારે ભારતે પોતાની કોવિડ રસીકરણ રણનીતિમાં એક બાદ એક ફેરફાર કર્યા છે. તેણે કંપનીઓને વિકલ્પ આપ્યો છે કે તે થોડા વધુ ભાવમાં રાજ્યો કે ખાનગી હોસ્પિટલોને વેક્સિન વેચી શકે છે. તેના વિશે ફાઇઝરના એક પ્રવક્તાએ કહ્યું કે, કંપની ભારતમાં જરૂર વેક્સિન ઉપલબ્ધ કરાવશે પરંતુ મહામારીના આ સમયમાં તે સરકારી રસીકરમ કાર્યક્રમોને પ્રાથમિકતા આપશે. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube