નવી દિલ્હી: દવા બનાવનાર અમેરિકી કંપની ફાઇબર (Pfizer) એ કહ્યું કે તેણે ભારત સરકારે રસીકરણ કાર્યક્રમ માટે પોતાના વેક્સીનને 'નો પ્રોફીટ' વાળી કિંમત પર ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. કંપનીએ કહ્યું કે તે દેશમાં વેક્સીનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા માટે સરકાર સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ એ પણ કહ્યું કે મહામારી દરમિયાન તે ફાઇઝર-બાયોનેટ કોવિડ-19 એમઆરએનએ રસી (Pfizer-bayonet covid-19 mRNA Vaccine) ફક્ત સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા આપૂર્તિ કરશે. 


ફાઇઝરના પ્રવક્તાએ કહ્યું કે કંપની દેશમાં સરકારના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગ માટે માટે ફાઇઝર અને બાયોએનટેક રસી ઉપલબ્ધ કરાવીને સરકાર સાથે કામ કરતાં રહેવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. 

CBSE બોર્ડે લીધો મોટો નિર્ણય, સ્કૂલો પાસે માંગ્યો ધોરણ 10ના વિદ્યાર્થીનો આ રિપોર્ટ


ફક્ત સરકારને જ વેક્સીન આપશે કંપની
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે જેમ કે પહેલાં પણ કહેવામાં આવ્યું છે, ફાઇઝર સરકારને તેના રસીકરણ કાર્યક્રમમાં પુરૂ સમર્થન આપશે. કંપની ફક્ત સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા કોવિડ 19 વેક્સીન ઉપલબ્ધ કરાવશે...'


કેટલી હશે વેક્સીનની કિંમત
ફાઇઝરએ એમ પણ કહ્યું કે રસીના નો પ્રોફીટવાળી કિંમત પર ઉપલબ્ધ કરાવશે. જોકે કંપનીએ એ નથી જણાવ્યું કે રસી નો પ્રોફીટની કિંમત કેટલી હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube