Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના 6 તબક્કાના મતદાન બાદ રાજકીય પક્ષો પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ બધા વચ્ચે સટ્ટા બજાર પણ દેશમાં કોની સરકાર બનશે તેની આગાહીઓ પોત પોતાની રીતે કરી રહ્યા છે. ફલૌદી સટ્ટા બજારે પણ હવે ફરીથી લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને મોટો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ માટે ચિંતાનો વિષય?
મીડિયા રિપોર્ટ મુજબ ફલૌદી સટ્ટા બજારનો નવો સર્વે સામે આવ્યો છે. જે મુજબ ભાજપનો ગ્રાફ છઠ્ઠા તબક્કાના મતદાન બાદ વધુ નીચે જતો જોવા મળી રહ્યો છે. ફલૌદી સટ્ટા બજાર મુજબ ભાજપ 270થી વધુ અને 300થી ઓછી સીટો પર સમેટાઈ શકે છે. જ્યારે કોંગ્રેસને ફાળે 60 થી 63 સીટો જઈ શકે છે. કોંગ્રેસ પાર્ટી માટે તો આ ખુશખબર કહી શકાય. 


યુપી માટે શું છે આગાહી
ફલૌદી સટ્ટા બજારના લેટેસ્ટ સર્વે મુજબ લોકસભા ચૂંટણી 2024માં ભાજપ યુપીમાં ફક્ત 55થી 65 સીટો પર જીતી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટીની સીટો વધતી જોવા મળી રહી છે. આ વખતે ઈન્ડિયા ગઠબંધનને યુપીમાં પહેલા કરતા વધુ સીટો મળી શકે છે. 


13 મે બાદ બગડ્યું ગણિત
13મી મેના રોજ ફલૌદી સટ્ટા બજારે દાવો કર્યો હતો કે ભાજપે યુપીમાં વધુ ઉલટફેરનો સામનો કરવો પડી રહ્યો નથી. લોકસભા ચૂંટણી 2024માં પણ  ભાજપ 65થી 70 બેઠકો જીતી રહી છે. પરંતુ હવે ફલૌદી સટ્ટા બજારનો જે નવો સર્વે આવ્યો છે તેમાં પાસું પલટાઈ ગયું છે. અત્રે જણાવવાનું કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપીની 80 સીટોમાંથી 64 સીટો મળી હતી. 


યુપીની આ બેઠકો ચર્ચામાં
ફલૌદી સટ્ટા બજાર મુજબ સૌથી વધુ ચર્ચામાં યુપીની મેરઠ, અમેઠી, સુલ્તાનપુર, રાયબરેલી, વારાણસી, કેસરગંજ, નગીના, મુઝફ્ફરનગર, લખનઉ, ઘોસી, ગૌતમબુદ્ધનગર, અને સહારનપુરની સીટો છે. સટ્ટા બજારોમા દરેક તબક્કાના મતદાન બાદ સીટો પણ બદલાઈ રહી છે. ફલૌદી સટ્ટા બજાર તરફથી 13મી એ આગાહી કરાઈ હતી કે ભાજપને 300 બેઠકો મળી રહી છે અને કોંગ્રેસને 40થી 42 બેઠકો જ મળી શકે છે. જે 2019ની 52 સીટો કરતા ઓછી છે. પરંતુ ફલૌદી સટ્ટા બજારના નવા સર્વેએ ભાજપનું ટેન્શન વધાર્યું છે જેમાં સ્પષ્ટપણે સંકેત અપાયો છે કે ભાજપનો ગ્રાફ 300થી નીચે ગયો છે. 


શું છે આ ફલૌદી સટ્ટા બજાર?
ફલૌદી સટ્ટા બજારમાં હારનારી પાર્ટીનો ભાવ વધુ હોય છે. જીતનારી પાર્ટીનો  ભાવ ઓછો હોય છે. તેમાં ખાસ વાત એ પણ છે કે ફલૌદીના સટોડિયાઓ દેશની સાથે સાથે દુનિયાના રાજનીતિક અને ખેલની ગતિવિધિઓ, વરસાદ, હવામાન જેવા અનુમાનો ઉપર પણ નજર રાખે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. ખબરનો હેતુ ફક્ત સટ્ટા બજારમાં ચાલી રહેલા ટ્રેન્ડ દર્શાવવાનો છે. આ દાવાઓનું સમર્થન ઝી 24 કલાક કરતું નથી. પરિણામ અલગ પણ હોઈ શકે છે. સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.