Phalodi Satta Market: તો લોકસભા ચૂંટણી-2024માં અધૂરું રહેશે ભાજપનું સપનું? જાણો ફલોદી સટ્ટા બજારનું અનુમાન
Phalodi Satta Market Prediction: ફલોદી સટ્ટા બજાર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતાડી રહ્યું છે. તેનો અંદાજ છે કે ભાજપને 335-340 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 40-42 સીટો મળી શકે છે.
નવી દિલ્હીઃ Phalodi Satta Market Prediction: લોકસભા ચૂંટણી નજીક આવતા રાજસ્થાનનું ફલોદી સટ્ટા માર્કેટ ફરી એક્ટિવ થઈ ગયું છે. રાજસ્થાનના ફલોદી જિલ્લાના સટ્ટા બજારની ચર્ચા દેશભરમાં રહે છે. તેના આંકડા જાણી ઘણા નેતાઓના ધબકારા વધી જાય છે. આવો જાણીએ આ વખતે યોજાનાર લોકસભા ચૂંટણીને લઈને ફલોદી સટ્ટા બજારનો શું અંદાજ છે.
ભાજપને કેટલી સીટો?
વન ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે ફલોદી સટ્ટા માર્કેટ ભાજપને 335થી 340 સીટો મળવાનું અનુમાન લગાવી રહ્યું છે. ફલોદીના અનુમાન પ્રમાણે દેશમાં એકવાર ફરી ભાજપની સરકાર બની રહી છે. અનુમાન કહી રહ્યું છે કે ભાજપ પોતાના દમ પર બુહમત પ્રાપ્ત કરી લેશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 સીટ મળી હતી.
કોંગ્રેસને કેટલી સીટો આપી રહ્યું છે સટ્ટા માર્કેટ
ફલોદી સટ્ટા માર્કેટે કોંગ્રેસને 40-42 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ અનુમાન કહે છે કે આ વખતે પણ કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવી શકશે નહીં. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 52 સીટો મળી હતી.
આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલના એક નિવેદનથી શું હવે આ બે દિગ્ગજ AAP નેતા પણ ભરાશે?
છતાં અધૂરું રહી શકે છે PM મોદીનું સપનું?
હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે ભાજપ માટે 370 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. પીએમ મોદીએ સંસદના પટલ પર પણ આ વાત કહી હતી. પરંતુ ફલોદી સટ્ટા માર્કેટના અનુમાન પ્રમાણે ભાજપને 370 સીટો મળવાની નથી.
ભાજપની સીટોનો ભાવ
ફલોદી સટ્ટા બજારમાં ભાજપ માટે 300 સીટો માટે 15 પૈસા ભાવ છે. 350 સીટોનો ભાવ 2 રૂપિયા છે. 335-340 સીટોનો ભાવ 1 રૂપિયા છે. પરંતુ આ ભાવમાં ફેરફાર થતો રહે છે.
Disclaimer: આ સમાચાર માત્ર સટ્ટા બજારમાં ચાલી રહેલા અનુમાન માટે આપવામાં આવ્યા છે. તેનાથી પ્રભાવિત ન થાય. આ માત્ર અંદાજ છે ફાઈનલ પરિણામ નથી. સટ્ટો રમવો ગેરકાયદેસર છે, મહેરબાની કરી તેનાથી દૂર રહો)