લોકોના દિલ જીતી રહ્યાં છે કેળના પાન અને રૂદ્વાક્ષ ધારણ કરેલ બાળકો, જુઓ Photos
સોશિયલ મીડિયા પર બાળકોની સુંદર તસવીરોને ખુબ પસંદ કરવામાં આવી આવે છે. કંઇક આવું થઈ રહ્યું છે આ તસવીરોની સાથે, જેમાં બાળકો પોતાના પરંપરાગત અંદાજમાં ખુબ ક્યૂટ લાગી રહ્યાં છે.
નવી દિલ્હીઃ દુનિયામાં એવા ઓછા લોકો હશે, જેને બાળકો પસંદ ન હોય. સોશિયલ મીડિયા (Social Media) પર પણ નાના બાળકોનો ફોટો જોઈને તેને લાઇક કર્યાં વગર સ્ક્રોલ (Scroll) કરવાનું મન લગભગ કોઈને થતું હશે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા સુંદર ફોટો (Viral Photo) વાયરલ થઈ રહ્યાં છે.
કેળાના પાન પર હસ્તુ બાળક
ફોટોગ્રાફર લલિત દત્તાત્રેય લાંગડેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક બાળકનો ફોટો શેર કર્યો છે, જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ નાનું બાળક દક્ષિણ ભારતીય વેશભૂષામાં કેળના પાન (Banana Leaf) પર સૂતુ છે. તેના ગળામાં માળા પહેરાવવામાં આવી છે અને માથા પર તિલક કરવામાં આવ્યું છે. પોતાના હાસ્યથી બધાનું દિલ જીતનાર બાળક ખરેખર ક્યૂટ લાગી રહ્યું છે. આ ફોટો પરથી નજર હટાવવી શક્ય નહીં હોય. તમે પણ જુઓ એક ફોટો.
હાથમાં ટંકોરી પકડેલ સંસ્કારી બાળક
આ ફોટોગ્રાફરે બીજા બાળકનો ફોટો શેર કર્યો ષે જેમાં તેણે જનોઇ ધારણ કરી છે અને એક માળા પર સૂતો છે. તો માળા પણ રૂદ્રાક્ષની છે. બાળકના હાથમાં ટંકોરી છે, ગળામાં રૂદ્વાક્ષની માળા ધારણ કરી છે અને માથા પર ચાંદલો કર્યો છે. લુંગી બાંધેલા આ બાળકના હાથ અને પગમાં આભૂષણ પણ છે.