નવી દલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi)ની તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવે છે, આ પોસ્ટને પીઆઇબી ફેક્ટ ચેકએ 'ભ્રામક' ગણાવી છે. પીઆઇબીના અનુસાર આ એક જાહેરાત છે, જ્યારે પ્રિયંકા ગાંધી પોસ્ટના દ્વારા સરકાર પર પ્રાઇવેટાઇઝેશનનો આરોપ લગાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકાની પોસ્ટ દ્વારા સરકાર પર નિશાન
જોકે પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi) ના ઓફિશિયલ ફેસબુક પર 14 ડિસેમ્બરના રોજ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે, 'જે પર ભારતીય રેલવે  (Indian Railway)ને દેશના કરોડો લોકોએ પોતાની મહેનતથી બનાવ્યો છે, ભાજપ (BJP) સરકારે તેના પર પોતાના અરબપતિ મિત્ર અદાણીનો સિક્કો લગાવી દીધો. કાલે ધીરે-ધીરે રેલવેનો એક મોટો હિસ્સો મોદીજીના અરબપતિ મિત્રોને જતો રહેશે. દેશના ખેડૂતો,ખેતીને પણ આજે મોદીના અરબપતિ મિત્રોના હાથમાં જતાં રોકવાની લડાઇ લડવામાં આવી રહી છે. 


પીઆઇબીએ ગ​ણાવી જાહેરાત
પ્રિયંકા ગાંધીની આ પોસ્ટને કેન્દ્ર સરકારની એજન્સી પીઆઇબી (PIB)એ ભ્રામક ગણાવી છે. PIBFactCheck એ ટ્વીટ કરી છે, 'રેલવે પર દેખાઇ રહેલ ખાનગી કંપનીનું પ્રતિક ચિહ્ન ફક્ત એક જાહેરાત છે.'


સાથે જ પીઆઇબીએ લખ્યું છે
દાવો
#ફેસબુક પર એક વીડિયો સાથે આ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે ભારતીય રેલવે પર એક ખાનગી કંપનીનો સિક્કો લગાવી દીધો છે. 
#PIBFactCheck: આ દાવો ભ્રામક છે. આ ફક્ત એક વાણિજ્યિક જાહેરાત છે જેનો ઉદ્દેશ્ય ફક્ત 'ભાડા સિવાયની આવક'ને સારી બનાવવાનો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube