PIB Fact Check: શું મોદી સરકારે શરૂ કરી `એક પરિવાર એક નોકરી યોજના`? જાણો વાયરલ મેસેજની સચ્ચાઇ
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના દ્રારા કેન્દ્રની મોદી સરકાર દેશમાં વધી રહેલા બેરોજગારની સમસ્યાને દૂર કરવા મઍટે એક પરિવાર એક નોકરી યોજના લઇને આવી છે. આ સ્કીમ દ્રારા સરકાર દરેક ઘરના એક વ્યક્તિને નોકરી આપી રહી છે. એવામાં લોકો સોશિયલ મીડિયા પર આ મેસેજ ખૂબ વાયરલ કરી રહ્યા છે.
PIB Fact Check of Viral Message: દેશમાં બેરોજગારી એક મોટી સમસ્યાના રૂપમાં ઉભરી છે. હાલ દેશમાં કરોડો યુવાનો નોકરીની શોધમાં છે. એવામાં ઘણા ફ્રોડ કરનાર લોકો યુવાનોને નોકરીની લાલચ આપી તેમને ફ્રોડનો શિકાર બનાવી શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર 'એક પરિવાર એક નોકરી યોજના' લઇને આવી છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના દ્રારા કેન્દ્રની મોદી સરકાર દેશમાં વધી રહેલા બેરોજગારની સમસ્યાને દૂર કરવા મઍટે એક પરિવાર એક નોકરી યોજના લઇને આવી છે. આ સ્કીમ દ્રારા સરકાર દરેક ઘરના એક વ્યક્તિને નોકરી આપી રહી છે. એવામાં લોકો સોશિયલ મીડિયા પર આ મેસેજ ખૂબ વાયરલ કરી રહ્યા છે. જો તમને પણ આ મેસેજ મળ્યો છે તો તેના પર વિશ્વાસ કરતાં પહેલાં આ મેસેજની સચ્ચાઇ જાણી લો. અમે તમને જણાવી દઇએ કે PIB એ પોતાના Fact Check માં શું જાણ્યું છે. સાથે જ જાણીએ કે શું ખરેખર સરકાર આ પ્રકારની કોઇ યોજના ચલાવી રહી છે કે નહી.
PIB એ કર્યું ફેક્ટ ચેક
PIB એ આ મામલે ફેક્ટ ચેક કરીને આ વાયરલ મેસેજને યૂટ્યૂબ વીડિયોની સચ્ચાઇ બતાવી છે. પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી આ મામલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે એક YouTube વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારની 'એક પરિવાર એક નોકરી યોજના' અંતગર્ત પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. આ ફેક્ટ ચેકથી ખબર પડે છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર આવી કોઇ યોજના ચલાવી રહી નથી. આ સાથે જ લોકોને આ પ્રકારના મેસેજ શેર કરવાથી બચવા માટે પણ કહ્યું છે.
સરકારે તમારા ખાતામાં પણ મોકલ્યા 2.67 લાખ રૂપિયા? મેસેજ આવ્યો છે તો જાણી લો સચ્ચાઇ
વાયરલ મેસેજનું કરી શકો છો ફેક્ટ ચેક
સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા મેસેજ વાયરલ થતા રહે છે જો તમને પણ કોઇ આવો ફેક મેસેજ આવે છે તો તેને ફોરવર્ડ ન કરો, પરંતુ તેની સચ્ચાઇ વિશે જાણવા માટે ફેક્ટ ચેક કરો. તમે ઇચ્છો તો પીઆઇબી દ્રા ફેક્ટ ચેક કરાવી શકો છો. તેના માટે તમારે પીઆઇબીની ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર વિજિટ કરી જાણકારી આપવી પડશે. તમે ઇચ્છો તો વોટ્સએપ નંબર +918799711259 અથવા ઇમેલ: pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube