OMG! લોકસભા ચૂંટણીમાં મત નહીં આપો તો બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે, જાણો સરકારે આ મુદ્દે શું કહ્યું?
PIB Fact Check: એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવાયુ છે કે જો તમે લોકસભા ચૂંટણી 2024માં મત નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે. જાણો આ મેસેજ વિશે શું કહ્યું છે સરકારે.
PIB Fact Check: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર ચૂંટણી સંબંધિત અનેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવાયુ છે કે જો તમે લોકસભા ચૂંટણી 2024માં મત નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે. જાણો આ મેસેજ વિશે શું કહ્યું છે સરકારે.
વાયરલ થયો મેસેજ
વાયરલ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે, ચૂંટણી પંચ દ્વારા તેમના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવામાં આવશે. ચૂંટમીમાં મતદાન ન કરનારા વિરુદ્ધ આદેશ બહાર પડશે. વાયરલ મેસેજમાં પંચના પ્રવક્તા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે મતદારો મત આપવા નહીં આવે, આ વખતે તેમના એકાઉન્ટમાંથી પૈસા કાપી લેવાશે. જો તમારું એકાઉન્ટ નહીં હોય તો તમારા મોબાઈલથી પૈસા કપાઈ જશે. આ માટે મિનિમમ 350 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેસે. તેનાથી ઓછા પૈસાનું ફોન રિચાર્જ જ નહીં થાય. આ આદેશ વિરુદ્ધ ક્યાંક કોઈ વોટર કોર્ટમાં ન જાય તેને ધ્યાનમાં રાખીને પંચે પહેલેથી જ કોર્ટ પાસેથી મંજૂરી લઈ લીધી છે. તેના વિરુદ્ધ હવે અરજી પણ દાખલ કરી શકાશે નહીં.
શું કહે છે PIB Fact Check?
બીજી બાજુ PIB Fact Check એ પોતાની તપાસમાં જાણ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે તેમના બેંક ખાતામાંથી ચૂંટણી પંચ દ્વારા 350 રૂપિયા કાપી લેવાનો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. ચૂંટણી પંચ દ્વારા આવો કોઈ જ મેસેજ બહાર પાડવામાં આવ્યો નથી. ચૂંટણી પંચ તરફથી એવો કોઈ નિર્ણય લેવાયો નથી. આવી ભ્રામક ખબરો શેર કરવી નહીં.
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube