PIB Fact Check: કરોડો SBI ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર, શું તમને મળ્યો છે આ મેસેજ?
SBI YONO Account: જો તમારું એસબીઆઈમાં ખાતું હોય તો તો આ સમાચાર તમારા માટે છે. આ ખબર વાંચતા જ તમારે સાઈબર ક્રાઈમ કરનારા લોકોથી સચેત રહેવાની જરૂર છે. હાલના દિવસોમાં એસબીઆઈ ખાતાધારકો પાસે એસબીઆઈ યોનો એપ (SBI YONO App) સંલગ્ન એક મેસેજ આવી રહ્યો છે.
SBI YONO Account: જો તમારું એસબીઆઈમાં ખાતું હોય તો તો આ સમાચાર તમારા માટે છે. આ ખબર વાંચતા જ તમારે સાઈબર ક્રાઈમ કરનારા લોકોથી સચેત રહેવાની જરૂર છે. હાલના દિવસોમાં એસબીઆઈ ખાતાધારકો પાસે એસબીઆઈ યોનો એપ (SBI YONO App) સંલગ્ન એક મેસેજ આવી રહ્યો છે. આ મેસેજમાં એકાઉન્ટ હોલ્ડરને પોતાના PAN કાર્ડ નંબર અપડેટ કરવાનું કહેવાઈ રહ્યું છે. આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવે છે. જો તમારી પાસે હાલના સમયમાં આવો કોઈ પણ મેસેજ આવ્યો હોય તો તેનો કોઈ જવાબ આપવો નહીં.
ફેક્ટ ચેકમાં સામે આવી જાણકારી
વાયરલ થઈ રહેલા મેસેજનું જ્યારે પીઆઈબી ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો તેના સંલગ્ન એક હકીકત સામે આવી. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે બેંક તરફથી આવો કોઈ પણ પ્રકારનો મેસેજ ગ્રાહકોને કરવામાં આવ્યો નથી. આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. બેંક તરફથી આ પ્રકારે ક્યારેય ગ્રાહકોનો સંપર્ક કરાતો નથી. જો તમે કોઈ પણ પ્રકારની માહિતી આવા મેસેજ દ્વારા શેર કરી તો તમે ફ્રોડનો ભોગ બની શકો છો. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સલાહ આપવામાં આવી છે કે તમારી વ્યક્તિગત માહિતી કોઈની પણ સાથે શેર કરવી નહીં.
OMG: લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌંદર્ય, 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા
'ભારતીય વિયાગ્રા' ગણાય છે આ શાક, નીરસ 'બેડરૂમ પળો'ને બનાવશે દમદાર, પુરુષો ખાસ જાણે
પોચી અને ફૂલેલી રોટલી બનાવવા માટે આ 3 ટિપ્સ અજમાવો, સ્વાદ દાઢમાં રહી જશે!
ભ્રામક સંદેશાને ફોરવર્ડ કરવાની ના પાડી
કેન્દ્ર સરકારની અધિકૃત ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ લોકોને આવા કોઈ પણ પ્રકારના ભ્રામક સંદેશાને ફોરવર્ડ કરવાની ના પાડી છે. PIB Fact Check તરફથી ઉપરોક્ત સંદેશા વિશે જણાવવામાં આવ્યું છે કે આ દાવો સંપૂર્ણ રીતે નકલી છે. સરકાર તરફથી આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
વાયરલ મેસેજમાં શું છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અને લોકોને ટેક્સ્ટ મેસેજમાં મળી રહેલા સંદેશામાં કહેવાયું છે કે એસબીઆઈ યૂઝર તમારું YONO એકાઉન્ટ બંધ થઈ જશે. કૃપા કરીને આ લિંક પર ક્લિક કરીને તમારો પાન નંબર અપડેટ કરી દો. અત્રે જણાવવાનું કે બેંક તરફથી ક્યારેય આ પ્રકારની જાણકારી ઈમેઈલ કે એસએમએસ દ્વારા માંગવામાં આવતી નથી. દરેક ગ્રાહકોએ આ માહિતી જાણવી ખુબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube