ગૃહ મંત્રાલયનો નવો આદેશઃ પોલિસ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવો
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ પોલિસ કચેરીઓ અને સુરક્ષા દળોની કચેરીઓમાં સરદાર પટેલની તસવીર લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે સરદાર પટેલનો એ ફોટો પણ આપ્યો છે, જે તેમણે લગાવાનો છે. કેન્દ્રીય સુરક્ષા દળોને અપાયેલા આદેશમાં જણાવાયું છે કે તેમણે સરદાર પટેલની તસવીરની સાથે 'ભારતની સુરક્ષા અને એક્તાને અમે હંમેશાં અક્ષણ્ણ રાખીશું' એવો સંદેશો પણ લખીને લગાવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની જયંતી 31 ઓક્ટોબરને 'રાષ્ટ્રીય એક્તા દિવસ' તરીકે મનાવાનો છે. આ પ્રસંગે ગૃહ મંત્રાલય દ્વારા અનેક મોટા આયોજન કરાયા છે. કલમ-370 દૂર કરવાની સાથે-સાથે જમ્મુ-કાશ્મીરને દેશનું અવિભાજ્ય અંગ બનાવવા અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે મોટા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે.
પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહારઃ તેમની એક જ રાજનીતિ, વહેંચો અને મલાઈ ખાઓ
પ્રથમ વખત 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની જેમ દેશમાં 'એકતા દિવસ' ઉજવવામાં આવશે. સાથે જ કાર્યક્રમ દરમિયાન 'સરદાર પટેલ રાષ્ટ્રીય એક્તા એવોર્ડ' પણ એનાયત કરવામાં આવશે. તમને યાદ અપાવી દઉં કે, ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ મહાનિદેશકોના સંમેલનમાં પદ્મ પુરસ્કારોની જેમ રાષ્ટ્રીય એક્તા માટે સરદાર પટેલના નામે રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.
જુઓ LIVE TV.....