નવી દિલ્હીઃ આતંકવાદીઓના ઠોકાણા પર સ્પાઈસ 2000 રિલીઝ કર્યા પછી મારા મગજમાં માત્ર એક જ વાત હતી કે દુશ્મનના ફાઈટર વિમાન આવે તે પહેલા આપણી સરહદમાં પાછા આવી જવાનું છે. બાલાકોટ સ્ટ્રાઈકમાં સામેલ રહેલા એક પાઈલટે Zee News સાથે પોતાની યાદો તાજી કરતા જણાવ્યું કે, "અમને જતા સમયે 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગ્યો હતો અને પાછા ફરતા સમયે તેના કરતાં પણ ઓછો. આખું ઓપરેશન માત્ર દોઢ મિનિટમાં પુરું થઈ ગયું હતું."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પાઈલટે Zee Newsને સમગ્ર ઓપરેશન અંગે વાત કરતા જણાવ્યું કે, "પુલવામા હુમલા પછી ગ્વાલિયર એરબેઝ એલર્ટ પર આવી ગયું હતું. હુમલાના થોડા દિવસ પહેલા એ સમજાઈ ગયું હતું કે ગ્વાલિયરમાં તૈનાત સ્ક્વાડ્રનને કોઈ મોટી ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. હુમલાના બે દિવસ પહેલા ટાર્ગેટ કો-ઓર્ડિનેટ કરાયા હતા. મિરાજની સિસ્ટમ્સને તૈયાર કરવામાં આવી રહી હતી."


"જોકે, સમગ્ર પ્લાન શું છે એની તો માત્ર કેટલાક ગણતરીના લોકોને જ ખબર હતી. 25 ફેબ્રુઆરીની સાંજે અમારા ઘરવાળાને એવો સંદેશો આપવા જણાવાયું કે આજે રાત્રે અમારે TD એટલે કે અસ્થાયી ડ્યુટી પર જવાનું છે. અમે સવારે 2.00 કલાકે ટેકઓફ શરૂ કર્યા હતા, દુશ્મનની આંખોમાં ધૂળ નાખવા માટે અમે એક લાંબો રસ્તો પસંદ કર્યો હતો. સવારે 4.30 કલાકે અમે બધા જ સલામત રીતે અમારા બેઝ પર પાછા આવી ચૂક્યા હતા. અમે અમારો ટાર્ગેટ પુરો કર્યો હતો અને તે પણ કોઈ પણ નુકસાન વગર."


પાઈલટને જ્યારે પુછ્યું કે, એ સમયે તમારી માનસિક સ્થિતી કેવી હતી? તો તેણે જણાવ્યું કે, "અમે લગભગ બે દિવસથી ઊંઘ્યા જ ન હતા. મિશન પુરું કરીને આવ્યા પછી સીધા ઘરે ગયા અને સુઈ ગયા હ તા. બીજા દિવસે હુમલા અને મિરાજ જેટ્સની ચારેકોર ચર્ચા હતી. પરિચિતોના ફોન આવતા હતા, પરંતુ અમે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો."


તમે એ ટીમનો ભાગ હતા એમ વિચારીને કેવું લાગે છે? સવાલના જવાબમાં પાઈલટે જણાવ્યું કે, "માત્ર એક શબ્દ 'ગર્વ'. અમારી સ્ક્વાર્ડ્રન પર... આપણી એરફોર્સ પર."


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...