શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (CRPF) કાફલા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ સાથે થયેલ અથડામણમાં સેના અને સુરક્ષાદળોએ એ બિલ્ડીંગને જ ઉડાવી દીધી છે, જેમાં આ આતંકી છુપાયેલા હતા. આ અથડામણમાં બે આતંકી માર્યા ગયા છે, જ્યારે કે બે આતંકીઓની શોધ ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાન આતંકી અને જૈશ-એ-મોહંમદનો કમાન્ડર કામરાન હિલાલ માર્યો ગયો છે. તો આ એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ અબ્દુલ ગાઝી પણ માર્યો ગયો છે. આ ઓપરેશનને સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની 182/183 બટાલિયનની જોઈન્ટ ટીમે અંજામ આપ્યું હતું. 



ગત કેટલાક કલાકોથી પુલવામાના પિંગલીના વિસ્તારમાં આતંકીઓની સાથે સુરક્ષાદળોનું ઘર્ષણ ચાલી રહ્યું હતું. આ અથડામણમાં એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે. અથડામણ બાદ આ વિસ્તારના લોકોએ સુરક્ષાદળો પર પત્થરબાજી શરૂ કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈના એક વીડિયોમાં પુલવામા પોલીસ પત્થરબાજી કરી રહેલ યુવાઓને અપીલ કરતી દેખાઈ રહી છે કે, તમે લોકો પરત ચાલ્યા જાઓ.