દુનિયામાં સૌથી વધુ કૂતરા ભારતમાં કરડે છે, જાણો પિટબુલ નહીં, કયું કૂતરું છે ખતરનાક
Dogs Attacks In India: દર વર્ષે ભારતમાં પાળેલા શ્વાન કરતાં વધુ રખડતા શ્વાન આતંક મચાવતા હોય છે. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર વર્ષ 2019થી જુલાઈ 2022ની વચ્ચે લગભગ 1.5 કરોડ લોકો પ્રાણીઓના કરડવાથી શિકાર બન્યા છે.
Dog Attack: હંમેશા પાળતુ પ્રાણી તરીકે ઉછેરવા માટે ડોગ લોકોની પ્રથમ પસંદગી રહી છે. સામાન્ય રીતે લોકો ડોગ વિશે એવું વિચારે છે કે તેઓ તેમના માલિક માટે સૌથી વફાદાર પ્રાણી છે. આ સિવાય ઘણા લોકો સુરક્ષાના કારણોસર ડોગને સૌથી વધુ પસંદ કરે છે. તો અમુક લોકો શાન બતાવવા માટે કેટલીક દુર્લભ જાતિના કૂતરાઓ ઉછેરે છે. પરંતુ હાલ એક એવું હકીકત સામે આવી છે, જેને જાણીને તમને નવાઈ લાગશે. ત્રણ વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકો પ્રાણીઓના કરડવાનો શિકાર બન્યા છે.
3 વર્ષમાં 1.5 કરોડ લોકો બન્યા પ્રાણીઓનો શિકાર
દર વર્ષે ભારતમાં પાળેલા શ્વાન કરતાં વધુ રખડતા શ્વાન આતંક મચાવતા હોય છે. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર વર્ષ 2019થી જુલાઈ 2022ની વચ્ચે લગભગ 1.5 કરોડ લોકો પ્રાણીઓના કરડવાથી શિકાર બન્યા છે. તેમાંથી સૌથી વધારે કેસ વર્ષ 2019માં સામે આવ્યા છે. વર્ષ 2019માં લગભગ 72.77 લાખ લોકો આવા અકસ્માતનો ભોગ બન્યા છે. જ્યારે 2020માં 46.33 લાખ અને 2021માં 17 લાખ લોકો પ્રાણીઓના એટેકનો શિકાર બન્યા છે. જ્યારે વર્ષ 2022માં પહેલા સાત મહિનામાં જ 14.50 લાખ લોકો શિકાર બની ચૂક્યા છે. જ્યારે સૌથી વધારે રખડતા શ્વાન ઉત્તર પ્રદેશ, ઓડીશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. શ્વાન કરડવાના કેસ મામલે જોવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધી તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
WHO એ શું કહ્યું?
ભારતમાં શ્વાનથી થતો રેબીજ (હડકવા) રોગ કેટલો ભયંકર છે. તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના આંકડાઓ પરથી સમજી શકાય છે. WHOના રિપોર્ટ અનુસાર, ભારતમાં હડકવાથી વિશ્વમાં સૌથી વધુ મોત થાય છે. દર વર્ષે લગભગ 18000-20000 લોકો મૃત્યુ પામે છે. જે વિશ્વના કુલ મૃત્યુના લગભગ 36 ટકા છે. WHO અનુસાર, માનવીઓમાં હડકવાના 99 ટકા કેસ શ્વાનથી થાય છે.
ભારતમાં હડકવાથી થતા મોતમાં સૌથી વધુ સંખ્યા
ભારતમાં હડકવાથી થતા મૃત્યુમાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે 30-60 ટકા મૃત્યુ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે, જ્યાં સુધી શ્વાનને કારણે થતી ઈજાઓ અને મૃત્યુ થવા પર કોઈપણ પ્રકારના વળતર મળે તેવી જોગવાઈ હાલમાં કેન્દ્રીય સ્તરે કોઈ કાયદો નથી. કેરળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં વળતર નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
શું છે પિટબુલનો ઇતિહાસ?
ભારતમાં પાલતુ શ્વાનની ઘણી જાતિઓ સરળતાથી મળી જાય છે. જેમાં એક નામ 'પિટબુલ' હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં છે. પીટબુલ શ્વાન ભારતીય પ્રજાતિ નથી. આ અમેરિકન એક હાઈબ્રીડ પ્રજાતિના શ્વાનની એક જાતિ છે. જ્યારે, પિટબુલને અમેરિકામાં બુલડોગ્સ અને ટેરિયર્સના વંશજોના શ્વાનની જાતિ કહેવામાં આવે છે. યુકે જેવા અન્ય દેશોમાં તે અમેરિકન પીટબુલ ટેરિયર એટલે કે એપીબીટી તરીકે ઓળખાય છે. તે વાસ્તવમાં શ્વાનની કેટલીક પ્રજાતિઓને hybridization રૂપની એક જાતિ હોવાનું માનવામાં આવે છે. અમેરિકા અને વિશ્વના અન્ય ઘણા દેશોમાં આવા શ્વાન તેમની લડવાની આદતથી એક અલગ ઓળખ ધરાવે છે.
અમેરિકન પીટ બુલ ટેરિયર બુલડોગની એક જાતિ છે અને ટેરિયર ડોગ્સના Hybridizationના પરિણામે બનેલી એક જાતિ છે, જેમાં ટેરિયરની સૌથી વધુ ચપળતા, બુલડોગ પાવર અને રમતગમતની ક્ષમતા સૌથી વધુ છે. શરૂઆતમાં આ શ્વાનને ઈંગ્લેન્ડમાં જ પૈદા અને ઉછેરવામાં આવતા હતા. 1870 માં પ્રથમ વખત તેઓને બ્રિટિશ દેશોમાંથી ઇમિગ્રન્ટ નાગરિકો સાથે અમેરિકા લાવવામાં આવ્યા હતા. પિટ બુલ જાતિના શ્વાન સામાન્ય શ્વાન કરતા વધુ મજબૂત માનવામાં આવે છે. તેઓ ખૂબ જ સક્રિય અને મજબૂત જડબા સાથે સાહસી, નિડર અને લડાકૂ છે. જો કે, વિશ્વમાં ઘણી જગ્યાએ તેઓ ડોગફાઇટિંગ રમત માટે પણ ઉપયોગમાં લેવાય છે.
પાળતૂ શ્વાનને લઈને શું કહે છે ભારતીય કાયદો?
ભારતમાં શ્વાન અને પાળતૂ પશુઓને લઈને કાયદો સખત નથી. જો તમે હાઉસિંગ સોસાયટી અથવા તો રેસિડેન્શિયલ એરિયામાં રહો છો તો શ્વાન, બિલાડી અથવા તો કોઈ પણ પાળતૂ પ્રાણી રાખી શકો છો. તમારી સોસાયટી અથવા ઓથોરિટી તેના પર પ્રતિબંધ લગાવી શકે નહીં. તેની સાથે તમે કાયદાકીય અપીલ પણ કરી શકો નહીં.
- એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જો સોસાયટી ઓથોરિટી કોઈ પણ વ્યક્તિને તેના પાલતુને દૂર કરવા દબાણ કરે છે, તો તે સોસાયટીની સત્તા પર 'પ્રાણીઓ સામેની ક્રૂરતા નિવારણ' માટે કલમ 11 (પેટ લૉઝ) હેઠળ ગુનો નોંધી શકાય છે.
- ભારતીય કાયદાની કલમ 51 (A) g જણાવે છે કે તમામ જીવો પ્રત્યે સારો વ્યવહાર રાખવો એ તમામ નાગરિકોની ફરજ છે.
- મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય કાયદામાં શ્વાન કરડવાથી પીડિતોને વળતર આપવાની કોઈ જોગવાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube