નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ દરમિયાન દાન અને શ્રાદ્ધ કરવાનો મહિમા છે. આમ કરવુ ખૂબ જ ફળદાયી માનવાાં આવે છે. કહેવાય છે કે, પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા માટે ધરતી પર આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસોમાં પૂર્વજો ધરતી પર આપણને આશીર્વાદ આપવા આવે છે. મોટાભાગે સપનામાં પૂર્વજો દેખાતા હોવાની વાત સાંભળી હશે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સપનામાં પિતૃઓ આવવાનું કોઈને કોઈ ખાસ કારણ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપનામાં ક્યારે અને કેમ પિતૃ આવે છે?
એવી માન્યતા છે કે, મૃત્યુ બાદ જ્યારે કોઈ માણસની ઈચ્છા અધૂરી રહી જાય છે, ત્યારે તેઓ પોતાના વંશજોના સપનામાં આવે છે. એવુ કહેવાય છે કે, પિતૃઓ તેમના જ સપનામાં આવે છે, જેઓ તેમની ઈચ્છા પૂરી કરવામાં સમર્થ હોય છે. જ્યાં સુધી તેમની ઈચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તેમની આત્માને શાંતિ નથી મળતી. જોકે, સપનાનો અર્થ પિતૃઓની મુદ્રા અને તેમના ભાવ પર નિર્ભર રહે છે.


1) પિતૃઓ સપનામાં ખુશ દેખાયઃ જો સપનામાં પિતૃ ખુશ દેખાય તો આ પિતૃનાં પ્રસન્ન હોવાના સંકેત છે. પિતૃઓ જ્યારે ખુશ હોય છે, ત્યારે જીવનમાંથી બધી સમસ્યા, ચિંતા સમાપ્ત થઈ જાય છે. પિતૃઓના આશીર્વાદથી જીવનમાં મોટામાં મોટી ઉપલબ્ધિઓ હાંસિલ થાય છે.
2) જ્યારે પિતૃ શાંત દેખાયઃ જો તમને સપનામાં પિતૃઓ શાંત દેખાય તો સમજી લો, કે તેઓ તમારાથી સંપૂર્ણ સંતુષ્ટ છે. આ કોઈ મોટી ખુશખબરી મળવાનો સંકેત છે. સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. નોકરિયાત લોકો જીવન કે કરિયરમાં મોટી સફળતા હાંસિલ કરી શકે છે.
3) પિતૃઓ રડતા દેખાયઃ જો પિતૃઓ તમને સપનામાં રડતા દેખાય તો આ ખૂબ જ અશુભ સંકેત છે. એવામાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. પિતૃઓનું રડવુ જીવન પર કોઈ ભારે સંકટ આવવાનો સંકેત છે. એટલા માટે ઈગ્નોર કરવાના બદલે જરૂર છે કે, પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, કર્મ અને પિંડદાન કરવુ ખૂબ જ જરૂરી છે.