લખનઉ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રેલમંત્રી પિયુષ ગોયલે શુક્રવારે રેલ કર્મચારીઓના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને અપ્રેન્ટિસ ભરતીની માગણી પર સંતોષકારક જવાબ ન મળતા રેલ મંત્રી પિયુષ ગોયલ પર રેલકર્મીઓ નારાજ જોવા મળ્યાં. પિયુષ ગોયલ નોર્ધન રેલવે મેન્સ યુનિયમના 70માં વાર્ષિક અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતાં. તેમણે રેલ કર્મચારીઓને સંબોધન કરતા કહ્યું કે રેલકર્મીઓની વિભિન્ન માંગણીઓ પર સરકાર પૂરેપૂરી સંવેદનશીલતાથી વિચાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આ સાથે જ નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) અને અપ્રન્ટિસને લઈને મુસિબતોનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે રેલકર્મીઓની પ્રાથમિકતામાં યાત્રીઓની સુરક્ષા અને રેલવેને અત્યાધુનિક બનાવવાનું હોવું જોઈએ. ભાષણ સમાપ્ત થતા જ અધિવેશનમાં હાજર રેલકર્મીઓ ખાસ કરીને અપ્રેન્ટિસ ભડકી ગયા અને તેમણે રેલમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. તેમનું કહેવું હતું કે એનપીએસ અને અપ્રેન્ટિસ સહિત વિભિન્ન મુદ્દાઓ પર રેલમંત્રીના જવાબ સંતોષકારક નથી. 



ત્યારબાદ રેલકર્મીઓએ નારેબાજી કરતા ગોયલને ઘેર્યા. અફડાતફડીમાં સુરક્ષાકર્મીઓ યેનકેન પ્રકારે તેમને ભીડમાંથી કાઢીને તેમના વાહન સુધી સુરક્ષિત લઈ ગયાં. ત્યારબાદ ગોયલ નવી દિલ્હી જવા માટે અમૌસી એરપોર્ટ તરફ રવાના થઈ ગયાં. લખનઉના ચારબાગમાં રેલમંત્રીનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જ્યારે રેલમંત્રી જઈ રહ્યાં હતાં ત્યારે તે જ વખતે રેલકર્મચારી કૂદી પડ્યાં. આ કર્મચારીઓએ જ રેલમંત્રી સામે નારા લગાવવાના શરૂ કરી દીધા હતાં. મોટા પ્રમાણમાં પોલીસકર્મીઓ હોવા છતાં સુરક્ષામાં આ ચૂક થઈ. આરપીએફ અને યુપી પોલીસે ખુબ મુશ્કેલ સ્થિતિમાં રેલમંત્રીની ફ્લીટ કાઢી. 


એવું કહેવાય છે કે પોતાની માંગણીઓ પર સુનાવણી ન થવાથી રેલકર્મીઓ નારાજ હતાં. આથી તેમણે આ કાર્યક્રમનો વિરોધ કર્યો. કાર્યક્રમમાં ખુબ બબાલ પણ થઈ. આ જ કારણે રેલમંત્રીને કાર્યક્રમ છોડી  રવાના થવું પડ્યું.