Indian Railway નું ખાનગીકરણ થશે કે નહી? Piyush Goyal એ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
ભારતીય રેલવે (Indian Railway )ના ખાનગીકરણને લઈને થઈ રહેલી તમામ અટકળો પર વિરામ લગાવતા રેલવે મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે તેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અને તે હંમેશા સરકાર પાસે જ રહેશે. લોકસભામાં રેલવે મંત્રાયલના 2021-22 ના ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ પર ગોયલે કહ્યું કે અમારો પ્રયત્ન છે કે ભારતીય રેલવે દેશના ભાવિ વિકાસનું એન્જિન બને.
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway )ના ખાનગીકરણને લઈને થઈ રહેલી તમામ અટકળો પર વિરામ લગાવતા રેલવે મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે તેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અને તે હંમેશા સરકાર પાસે જ રહેશે. લોકસભામાં રેલવે મંત્રાયલના 2021-22 ના ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ પર ગોયલે કહ્યું કે અમારો પ્રયત્ન છે કે ભારતીય રેલવે દેશના ભાવિ વિકાસનું એન્જિન બને.
રેલવે સરકાર પાસે જ રહેશે
રેલવે મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે ભલે અર્થવ્યવસ્થા હોય, મુસાફરોની સુવિધા હોય કે પછી કોઈ અન્ય ક્ષેત્ર હોય- સરકાર સંવેદનશીલતા સાથે તમામની માગણીઓને સાંભળી રહી છે અને તેમની જરૂરિયાતોને સમજી રહી છે. મંત્રીએ કહ્યું કે અનેક નેતાઓ અને સાંસદોએ આરોપ લગાવ્યો છે કે અમે ભારતીય રેલવેનું કોર્પોરેટકરણ કરી રહ્યા છીએ અને અમે ભારતીય રેલવેમાં રોકાણ કરી રહ્યા છીએ. ગોયલે કહ્યું કે 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારતીય રેલવેનું ખાનગીકરણ થશે નહીં અને તે સરકાર પાસે જ રહેશે. તે ભારત સરકારની સંપત્તિ છે.'
મૂડી રોકાણનો વિરોધ કેમ?
રેલવે મંત્રી પિયુષ ગોયલે એમ પણ કહ્યું કે રસ્તાઓ પણ સરકારની સંપત્તિ છે, પરંતુ શું કોઈ કહે છે કે રસ્તાઓ પર ફક્ત સરકારી વાહનો જ ચાલશે? તેમણે કહ્યું કે શું રેલવે લાઈનમાં મૂડી રોકાણની કોશિશ ન કરવી જોઈએ? જ્યારે ખાનગી રોકાણની વાત આવે તો તેનું સ્વાગત કરવું જોઈએ. તેમણે કહ્યું કે વધુ સારી સેવાઓ અને Freight services આપવા માટે રેલવે પાટાઓ પર સરકારી અને ખાનગી વાહનોએ પણ દોડવું જોઈએ.
રાષ્ટ્રીય રેલવે યોજના 2030 તૈયાર
રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારતીય રેલવેનું ભવિષ્ય તૈયાર કરવા માટે એક રાષ્ટ્રીય રેલવે યોજના 2030 બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રેલવેએ 68 પ્રોજેક્ટ્સને મહત્વપૂર્ણ શ્રેણીમાં રાખ્યા છે. 58 પ્રોજેક્ટ્સને મહત્વપૂર્ણ શ્રેણીના બીજા તબક્કામાં રાખ્યા છે.
West Bengal Election 2021: જબરદસ્ત વળાંક, શું મમતા બેનર્જીની ઉમેદવારી રદ થશે? જાણો શું છે મામલો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube