પીયૂષ ગોયલ રજુ કરશે બજેટ, ખેડૂતો અને મિડલ ક્લાસને મનાવવાનાં પ્રયાસો થશે
અરૂણ જેટલીની સારવાર માટે અમેરિકા ગયા બાદ ગત્ત અઠવાડીયે જ રેલવે મંત્રી પીયૂખ ગોયલને નાણામંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજુ કરશે. માનવામાં આવી રહ્યું છે , આ બજેટમાં ખેડૂતો અને મધ્યમવર્ગને ધ્યાને રાખીને કેટલીક જાહેરાતો થઇ શકે છે. જાણકાર સુત્રો અનુસાર તેમાં આવકવેરાની છુટછાટમાં મર્યાદા મુદ્દે કેટલીક જાહેરાતો થઇ શકે છે. આ બજેટમાં આવકવેરાની મર્યાદા વધારવા, ગરીબો માટે લઘુત્તમ આવક યોજના અને ખેડૂતો માટે સહાય પેકેજ સહિત અનેક પ્રકારની લોભામણી જાહેરાતો કરી શકે છે.
જો કે આગામી બજેટ સત્ર દરમિયાન માત્ર ચાર મહિનાના લેખાનુદાન ચાર મહિનાનાં બજેટને જ મંજુરી આપવામાં આવશે. ચૂંટણી બાદ સત્તામાં આવનારી નવી સરાકર જ પુર્ણ બજેટ રજુ કરશે. નેરન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્રની રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકારનાં હાલનાં કાર્યકાળનું આ અંતિમ બજેટ હશે. નાણામંત્રાલયના કામકાજને જોઇ રહેલા વચગાળાનાં નાણામંત્રી પીયૂષ ગોયલ આ બજેટ રજુ કરશે. અરૂણ જેટલીની સારવાર માટે અમેરિકા ગયા બાદ ગત્ત અઠવાડીયે રેલ મંત્રી પીયૂષ ગોયલને વધારાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તે અગાઉ નાણામંત્રી રહેવા દરમિયાન જેટલીએ પાંચ બજેટ રજુ કર્યા છે.
બજેટ મુદ્દે અગાઉ તે સમયે ભ્રમની સ્થિતી પેદા થઇ હતી જ્યારે વાણીજ્ય મંત્રાલયે મીડિયાને મોકલેલા એક વ્હોટ્સ એપ સંસેધમાં 2019-20ના બજેટને વચગાળાનું બજેટ ગણાવીને તેને 2019-20ના સામાન્ય બજેટ તરીકે ગણાવી છે. જો કે નાણામંત્રાલયે ત્યાર બાદ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ વચગાળાનું બજેટ જ હશે.
રાજનીતિક ગલિયારાઓમાં પણ તેના મુદ્દે ભ્રમની સ્થિતી પેદા થઇ હતી. સરકાર સામાન્ય ચૂંટણી પહેલા વચગાળાનાં બજેટને રજુ કરવાની પરંપારાથી હટીને પુર્ણ બજેટ રજુ કરી શકે છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે તેનો વિરોધ કરતા કહ્યું કે, તેઓ ભાજપ નેતૃત્વવાળી રાજગ સરકાર દ્વારા પુર્ણ બજેટ રજુ કરવાનો સંસદની અંદર અને બહાર બંન્ને સ્તર પર વિરોધ કરશે કારણ કે આ પગલું સંસદીય પરંપરાની વિરુદ્ધ હશે.