નવી દિલ્હીઃ અર્થશાસ્ત્રનો નોબેલ જીતનાર અભિજીત બેનરજીના મુદ્દે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અભિજીત બેનરજીની પ્રશંસા કરી રહી છે તો ભાજપના નેતાઓ તેના વિચારોનો સતત વિરોધ કરી રહ્યા છે. હવે કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે શુક્રવારે જણાવ્યું કે, "અભિજીત બેનરજીને નોબલ પુરસ્કાર માટે અભિનંદન પાઠવું છું, પરંતુ તેમની વિચારધારા અંગે તમે સૌ જાણો છો. તેમની વિચારધારા સંપૂર્ણપણે ડાબેરીઓથી પ્રેરિત છે. તેમણે કોંગ્રેસની 'ન્યાય' યોજનાના મોટા ગુણગાન ગાયા હતા, પરંતુ ભારતની પ્રજાએ તેમની આ વિચારધારાને નકારી દીધી હતી."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અભિજીતને અભિનંદન પાઠવી ચૂક્યા છે. જોકે નોબેલ મળ્યા પછી અભિજીતે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જો તેને તાત્કાલિક સંભાળવામાં નહીં આવે તો અત્યંત ખરાબ પરિણામ આવશે. 


દહેરાદૂનઃ આ બે બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવી રહ્યા છે નોબેલ વિજેતા અભિજીત બેનરજી


પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અભિજીત બેનરજીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, "તેમણે ન્યાયને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરી હતી." ઉલ્લેખનીય છે કે, દેશવાસીઓને લઘુત્તમ આવકની ગેરન્ટી આપતી 'ન્યાય યોજના' કોંગ્રેસે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં રજુ કરી હતી. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....