નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના મુખ્ય સલાહકાર પીકે સિન્હા (PK Sinha) એ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. પીકે સિન્હાના રાજીનામા પાછળ અંતગ કારણોનો હવાલો આપવામાં આવ્યો છે. નૃપેન્દ્ર મિશ્રાના રાજીનામા બાદ તેઓ 2019થી આ જવાબદારી સંભાળી રહ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે સોમવારે પીકે સિન્હાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર 2019મા બનાવવામાં આવ્યા હતા. સિન્હાને પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (OSD) નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ તેમના રાજીનામાની સરકાર તરફથી જાણકારી આપવામાં આવી નથી. સરકારની સત્તાવાર વેબસાઇટ પર હજુ તેમનું નામ છે. 


આ પણ વાંચોઃ મોટા પ્રોજેક્ટોના ફન્ડિંગ માટે બનશે નવી નેશનલ બેન્ક, મોદી કેબિનેટે આપી મંજૂરી  


પી કે સિન્હાએ પોતાના કરિયરની શરૂઆત અલ્હાબાદમાં ડેપ્યુટી કલેક્ટરના રૂપમાં કરી હતી. પૂર્વમાં 2015માં કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ સિન્હાનો કાર્યકાળ એક વર્ષ માટે વધાર્યો હતો. કેબિનેટ સચિવનો કાર્યકાળ સામાન્ય રીતે બે વર્ષનો હોય છે. યૂપી કેડરના આઈએએસ અધિકારી પીકે સિન્હા આ પહેલા પાવર સેક્રેટરી હતી. તેઓ 1977 બેચના સચિવોમાં સૌથી સીનિયર હતા અને તેથી તેમની વરિષ્ઠતાને ધ્યાનમાં રાખતા તેમને કેબિનેટ સચિવ બનાવવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube