મુંબઈ: એક 26 વર્ષ જૂનું ચાર્ટર્ડ એરક્રાફ્ટ જુહૂ એરપોર્ટ પર ઉતરવાનું જ હતું પરંતુ ગુરુવારે પોતાની આ ટેસ્ટ ફ્લાઈટ દરમિયાન જ તે મુંબઈના અત્યંત ગીચ વસ્તી ધરાવતા ઘાટકોપરમાં એક નિર્માણધીન ઈમારત પર તૂટી પડતા ચાર ક્રુ સભ્યો સહિત 5 લોકોના મોત થયા. આ સી 90 એરક્રાફ્ટ કે જે જમીનથી લગભગ 700 ફૂટની ઊંચાઈ પર કંટ્રોલ ગુમાવી ચૂક્યું હતું તે જો આસપાસની કોઈ ઈમારત સાથે ટકરાયુ હોત તો ખુબ ભયંકર અકસ્માત સર્જાત અને મોટી ખુવારી થવાની શક્યતા હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે વિમાનનો માલિકી હક યુવી એવિએશન છે પરંતુ તે ઈંડેમર કંપનીની નિગરાણીમાં હતું. જહાજ હજુ તેમને સોંપાયુ નહતું. તેમની પાસે ઉડાણ યોગ્યતાનું સર્ટિફિકેટ હતુ જ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિમાનના બંને પાઈલટ, કેપ્ટન પ્રદીપ રાજપૂત અને કેપ્ટન મારિયા જૂબેરી સાથે મેન્ટેનન્સ એન્જિનિયર સુરભિ ગુપ્તા તથા જૂનિયર ટેક્નિશિયન મનીષ પાંડેનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું આ ઉપરાંત પ્લેન ક્રેશ થતા ફ્યુલ ટેન્કમાં આગ લાગી હતી જેના કારણે ગોવિંદ દુબે નામના સ્થાનિકનું પણ મોત થયું. અકસ્માતમાં ઈમારતમાં કામ કરી રહેલા 35 મજૂરો લંચ બ્રેક દરમિયાન બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભોજન કરી રહ્યાં હતાં.


ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા બે મજૂરો આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતાં. આ એરક્રાફ્ટ લગભગ નવ વર્ષ સુધી ગ્રાઉન્ડેડ રહ્યાં બાદ પોતાની પહેલી ઉડાણ ભરી રહ્યું હતું. કહેવાય છે કે આ અકસ્માતનું કારણ ટેક્નીકલ ખામી હશે. પાઈલટોએ મુંબઈ એર ટ્રાફિક કંટ્રોલને કોઈ ચિંતાજનક કે 'Mayday' (એક આંતરરાષ્ટ્રીય રેડિયો સંકટ સિગ્નલ જે જળ અને વાયુયાનો દ્વારા ઉપયોગમાં લેવાય છે) કોલ આપ્યો નહતો. બપોરે લગભગ 1.10 વાગે પ્રત્યક્ષદર્શીઓએ એક ઉડજા વિમાનને જમીન પર પડતા જોયું હતું.


આ વિમાને બપોરે 12.20 વાગે પૂજા બાદ જુહૂ એરપોર્ટથી ઉડાણ ભરી હતી. મુંબઈ અને યુપીના સૂત્રોના જણાવ્યાં મુજબ 2009માં એક ક્રેશ બાદ આ વિમાનને ખુબ નુકસાન પહોંચ્યુ હતું. ત્યારબાદ પહેલીવાર આ વિમાન ઉડાણ ભરી રહ્યું હતું. યુપી સરકારના એક પૂર્વ અધિકારીએ કહ્યું કે આ જહાજ યુપી સરકારનું હતું. કેબિનેટે તેની મરામત પર ખુબ ખર્ચ કરવાની જગ્યાએ ડિસ્પોઝ કરવાનો નિર્ણય લીધો. 3 અસફળ બોલી બાદ આખરે આ જહાજ 20-14માં વેચવાની સફળતા મળી. પૂણેની એક કંપનીએ ખરીદ્યું અને ત્યારબાદ મુંબઈ સ્થિત યુ વાય એવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધુ. આ કંપની જ હાલ વિમાનની માલિક હતી.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ યુવી એવિએશનના એકાઉન્ટેબલ મેનેજર અનિલ ચૌહાણે જણાવ્યું કે વિમાન લગભગ દોઢ વર્ષથી મેન્ટેનન્સ કંપની ઈંડેમર (Indamer)ના હેંગર (જ્યાં વિમાન ઊભા રખાયા છે) ત્યાં હતું. તેમના કહેવા મુજબ આ જહાજ પહેલા યુપી સરકાર પાસે હતું અને કદાચ છ વર્ષ પહેલા તેણે છેલ્લી ઉડાણ ભરી હોય.


અહેવાલમાં જણાવ્યાં મુજબ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચૌહાણે જે કહ્યું તે મુજબ વિમાનનો માલિકી હક યુવી એવિએશન છે પરંતુ તે ઈંડેમર કંપનીની નિગરાણીમાં હતું. જહાજ હજુ તેમને સોંપાયુ નહતું. તેની પાસે ઉડાણ યોગ્યતાનું સર્ટિફિકેટ હતુ જ નહીં. ટેક ઓફને ઈન્ડેમર કંપનીએ પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ છે. જેમાં જહાજ ઉડે છે અને તાળીઓનો ગડગડાટ સંભળાય છે.