નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં મંગળવારે એક અરજી દાખલ કરવામાં આવી જેમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએણનું એક રાજકીય પક્ષ તરીકે માન્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે, તે માત્ર મુસ્લિમો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે છે અને ધર્મના નામ પર મત માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાના તેલંગણા એકમના અધ્યક્ષ દ્વારા દાખલ અરજીમાં ચૂંટણી પંચના 19 જૂન 2014ના આદેશને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે, જેના માધ્યમથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનને તેલંગણામાં રાજ્યસ્તરીય દળની માન્યતા આપવામાં આવી છે. 


અરજીકર્તાએ તિરુપતિ નરસિંહ મુરારીએ દાવો કર્યો કે એઆઈએમઆઈએમનું બંધારણ અને કામ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા દિશા-નિર્દેશોની વિરુદ્ધ છે અને પાર્ટીને અયોગ્ય ઠેરવવી જોઈએ કારણ કે, તેના લક્ષ્ય અને ઉદ્દેશ્ય ધર્મનિરપેક્ષતાની અવધારણા વિરુદ્ધ છે. આ જન પ્રતિનિધિત્વન અધિનિયમની જરૂરીયાતોમાંથી એક છે. 


વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ અરજીમાં ચૂંટણી આયોગને એઆઈએમઆઈએમને રજિસ્ટર્ડ રાજકીય પક્ષ તરીકે માન્યતા આપવા અને માનવાથી રોકવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.