નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે સરકાર પીએમ કેયર્સ કોષથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ખરીદી કરશે. આ સાથે પીએણ કેયર્સ કોષ હેઠળ 500 નવા પીએસએ ઓક્સિજન યંત્રને મંજૂરી આપવામાં આવી છે. પીએમ મોદીનું કહેવું છે કે તેનાથી વિશેષ રૂપથી જિલ્લા મુખ્યાલયો અને ટીયર-2 શહેરોમાં ઓક્સિજનની પહોંચમાં સુધાર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા પીએમ મોદીએ બુધવારે વાયુ સેના પ્રમુખ એચ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વાયુ સેના પ્રમુખે પ્રધાનમંત્રીને વાયુ સેના દ્વારા કોરોના કાળમાં કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. 


વાયુ સેના પ્રમુખ સાથે થયેલી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઓક્સિજન ટેન્કર અને જરૂરી વસ્તુઓની સુરક્ષિત અને ઝડપી સપ્લાઈ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના સાથે જોડાયેલા ઓપરેશન દરમિયાન તે પણ ધ્યાન રાખવામાં આવે કે વાયુ સેના કર્મી પણ સુરક્ષિત રહે. એર ચીફ માર્શલે પ્રધાનમંત્રીને માહિતી આપી કે ભારતીય વાયુસેનાએ ભારે ભરખમ વાયુ સેનાના બેડાની 24 કલાક તત્પરતા અને મધ્ય બેડાની પર્યાપ્ત સંખ્યાને એક હબના રૂપમાં સંચાલિત કરવાના આદેશ આપ્યા છે. તે બધા ઝડપથી દેશ અને વિદેશોથી કોવિડ ટાસ્કિંગને પૂરા કરવામાં લાગ્યા છે. બધા બેડા માટે એયરક્રૂને 24 કલાકનું સંચાલન નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે વકીલે કહ્યું પ્લીઝ... એક ICU બેડ અપાવી દો... કોર્ટે હાથ ઉંચા કરી લીધા


છેલ્લા 24 કલાકમાં નવા 3.60 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube