PM Kisan Scheme: પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારતના કિસાનો માટે ચલાવવામાં આવી રહેલી એક યોજના છે. તે કિસાનોને નાણાકીય સહાયતા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. પીએમ કિસાન યોજના હેઠળ કિસાનોને વર્ષે 6000 રૂપિયા મળે છે. લાભાર્થીઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17માં હપ્તાની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. 1 જૂન સુધી દેશભરમાં મતદાન થવાનું છે અને 4 જૂને ચૂંટણીનું પરિણામ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ કિસાનના હપ્તામાં મળે છે 2000 રૂપિયા
પીએમ-કિસાન યોજના હેઠળ પાત્ર કિસાનોને ચાર મહિનામાં 2000 રૂપિયા મળે છે, જે વાર્ષિક 6 હજાર છે. આ પૈસા વર્ષમાં ત્રણ હપ્તા- એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં આપવામાં આવે છે. આ પૈસા કિસાનોના બેન્ક એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. 


આ પણ વાંચોઃ Credit Card Number ના 16 અંકોમાં છુપાયેલા છે આ 4 રહસ્યો, ખુબ ઓછા લોકો આ જાણે છે


જલ્દી આવશે 17મો હપ્તો, જાણો કોને નહીં મળે
પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો જૂનના પ્રથમ સપ્તાહ બાદ આપવામાં આવી શકે છે. પરંતુ સરકારે તેની તારીખ નક્કી કરી નથી. પીએમ કિસાનનો 16મો હપ્તો આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ મોદીએ રિલીઝ કર્યો હતો. શું તમને ખબર છે કે કોણ પીએમ કિસાન યોજનાનો ફાયદો ઉઠાવી શકે નહીં.


આ ખેડૂતોને નહીં મળે પૈસા
જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરી નથી, જેની જમીનનું વેરિફિકેશન થયું નથી, તેને આ યોજનાનો લાભ મળશે નહીં. જે પરિવારના સભ્યો કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો/જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યાં છે કે નિવૃત્ત છે તેનો ફાયદો મળશે નહીં. જે ખેડૂતો ટેક્સ ભરે છે, જેના પરિવારમાં કોઈ સભ્ય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ, આર્કિટેક્ટ જેવા પ્રોફેશનમાં છે, તે રજીસ્ટ્રેશન કરાવી શકે નહીં.