નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજના હેઠળ નાણાકીય લાભનો આગામી હપ્તો 9 ઓગસ્ટ બપોરે 12.30 કલાક વીડિયો કોન્ફરન્સ દ્વારા જારી કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક અખબારી યાદીમાં તેની સૂચના આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી 9.75 કરોડથી વધુ કિસાન પરિવારોના ખાતામાં 19500 કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી કિસાનો સાથે વાતચીત પણ કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. 


આ પણ વાંચોઃ કોંગ્રેસે કર્યો દાવો- રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ, ટ્વિટરે કર્યો ઇનકાર, હવે પાર્ટીએ કરી સ્પષ્ટતા


પીએમ કિસાન યોજના હેઠળ કિસાન પરિવારોને 6000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આ પૈસા 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા અત્યાર સુધી 1.38 લાખ કરોડથી વધુ રકમ કિસાન પરિવારોને મોકલવામાં આવી ચુકી છે. 


આ તકે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે. આ પહેલા 14 મેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભનો આઠમો હપ્તો જારી કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube