Bengla Election: બંગાળમાં બોલ્યા PM મોદી- 2 મેએ બનશે ડાયરેક્ટ બેનિફિટ આપનારી સરકાર
West Bengal Assembly Election 2021: પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જી પર હારના ડરનું સૌથી મોટુ કારણ તેમનું રિપોર્ટ કાર્ડ છે. છેલ્લા 10 વર્ષમાં મમતા બેનર્જીએ શું કર્યું છે. જૂની ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, નવી ઈન્ડસ્ટ્રીઝના રસ્તા બંધ થઈ ગયા છે.
તારકેશ્વરઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) માં હવે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પશ્ચિમ બંગાળના તારકેશ્વરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે. પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, બે મેએ જે પરિણામ આવશે તેની ઝલક બે દિવસ પહેલા નંદીગ્રામમાં જોવા મળી હતી. મમતા બેનર્જી ડરી ગયા છે. તેણણે કહ્યું કે, દીદી ઓ દીદી તમે હારની સામે ઉભા છો. તેનો સ્વીકાર કરો.
દીદીના ડરનું કારણ તેમનું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડઃ પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જી પર હારના ડરનું સૌથી મોટુ કારણ તેમનું રિપોર્ટ કાર્ડ છે. છેલ્લા 10 વર્ષમાં મમતા બેનર્જીએ શું કર્યું છે. જૂની ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, નવી ઈન્ડસ્ટ્રીઝના રસ્તા બંધ થઈ ગયા છે. બંગાળમાં ઉદ્યોગો રોકવામાં આવ્યા. સિંગૂરમાં ટીએમસીએ કેટલી મોટી છેતરપિંડી કરી. આજે સિંગૂરમાં ન ઉદ્યોગ છે અને ન ત્યાંના કિસાન સુખી છે. કિસાન વચ્ચેટીયાઓથી પરેશાન છે.
આ પણ વાંચોઃ અસમમાં ફરી એકવાર NDA સરકાર, હિંસા આપનાર સ્વિકાર નથી: નરેન્દ્ર મોદી
મારૂ અપમાન કરો, પણ બંગાળનું અપમાન ન કરોઃ મોદી
પીએમ મોદીએ તારકેશ્વરમાં કહ્યુ કે, ભાજપની સરકાર બન્યા બાદ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ થશે. તેમણે કહ્યું કે, ભાજપની જીત બાદ કેબિનેટમાં આ યોજના લાગૂ કરવામાં આવશે. પીએમ મોદીએ તે પણ કહ્યું કે, બંગાળમાં ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હું જરૂર આવીશ. બંગાળમાં ભાજપ સરકાર આવ્યા બાદ સૌથી પહેલું કામ કિસાનોના હિતમાં નિર્ણય લેવાનું હશે. પ્રથમ કેબિનેટમાં બંગાળમાં પીએમ કિસાન સન્માન નિધિ લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. બંગાળમાં દરેક કિસાનને જે દીદીએ આપ્યું નથી, જે પાછલા બાકી પૈસા છે, તેને જોડીને દરેક કિસાનના ખાતામાં 18000 રૂપિયા મળશે. પીએમ મોદીએ કહ્યું કે, બંગાળમાં જ્યાં ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે, ત્યાંના અધિકારી કિસાનોની યાદી બનાવવાનું શરૂ કરી દે.
બંગાળમાં ભાજપની સરકાર આવતા કિસાનો સાથે ન્યાય થશે
પીએમ મોદીએ તારકેશ્વરમાં કહ્યુ કે, ભાજપ સરકાર બન્યા બાદ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ થશે. આ સાથે તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યુ કે, દેશમાં આયુષ્માન ભારત હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયાની ફ્રી સારવાર મળી રહી છે. પરંતુ દીદીએ આયુષ્માન ભારતનો લાભ કોઈને આપ્યો નથી. બંગાળનો સંવેદનશીલ સમાજ, આ કઠોરતાને, આ નિર્મમતાને જોઈ રહ્યો છે, સમજી પણ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે, કેન્દ્ર શરકારે શહેરોમાં કામ કરના, રિક્ષા, રેકડી ચલાવનાર, ફેરીયાઓને કોઈ બેન્ક ગેરંટી વગર લોન આપવાની યોજના શરૂ કરી છે. પરંતુ બંગાળમાં દીદીએ તેને લાગૂ થવા દીધી નથી. પીએમ મોદીએ પોતાના સંબોધનના અંતમાં એક નારો આપ્યો 'ઈ બાર જોર કા છાપ કમલ છાપ.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube