નવી દિલ્હી: PM Kisan 10th Installment Update: દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્ય સાથે અનેક યોજનાઓ ચલાવી રહેલી મોદી સરકાર  (Modi Government) નવા વર્ષમાં ખેડૂતોને ભેટ આપવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ એટલે કે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના (PM Kisan Samman Nidhi Yojana) નાણાં ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા દિવસોથી પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના હપ્તાની તારીખને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ થોડા દિવસો પહેલા સરકાર દ્વારા ખેડૂતોના મોબાઈલ પર રકમ ટ્રાન્સફર કરવાની માહિતી એસએમએસ દ્વારા મોકલવામાં આવી હતી. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2022ના રોજ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરશે. તમને જણાવી દઈએ કે આજે પીએમ મોદી ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાતચીત કરશે.


ખેડૂતોને મોકલવામાં આવેલા સંદેશમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પીએમ મોદી નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2022ના રોજ બપોરે 12 વાગ્યે પીએમ કિસાન યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરશે. સંદેશમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તે જ દિવસે પીએમ મોદી ખેડૂત ઉત્પાદક સંગઠનોને ઇક્વિટી ગ્રાન્ટ પણ જારી કરશે. ખેડૂતો pmindiawebcast.nic.in અથવા દૂરદર્શન દ્વારા આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

New Year 2022: નવા વર્ષે મોટી ભેટ! 100 રૂપિયા સસ્તો થયો LPG સિલિન્ડર


પીએમ-કિસાન યોજના હેઠળ, રૂ. 6000/- નો નાણાકીય લાભ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ.2000/-ના ત્રણ સમાન 4-માસિક હપ્તામાં ચૂકવવામાં આવે છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને  ટ્રાન્સફર કરવામાં આવી છે.


કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂ. 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ   લગભગ 351 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) માટે બહાર પાડશે, જેનો લાભ 1.24 લાખથી વધુ ખેડૂતોને થશે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.


ચેક કરો તમારા હપ્તાનું સ્ટેટસ
જો તમે પણ પીએમ કિસાન યોજના માટે નોંધણી કરાવી હોય તો તમે પણ આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. તમે અહીં આપેલી પ્રક્રિયાને અનુસરીને સૂચિમાં તમારું નામ સરળતાથી ચકાસી શકો છો.


યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. આ માટે સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
2. હવે તેના હોમપેજ પર તમને Farmers Corner નો વિકલ્પ દેખાશે.
3. Farmers Corner વિભાગની અંદર Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે ડ્રોપ ડાઉન યાદીમાંથી રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
5. આ પછી તમે 'Get Report' પર ક્લિક કરો.
6. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube