5G Launch: અમારી સરકાર `Internet for all` ના લક્ષ્ય પર કામ કરી રહી છે- PM મોદી
5G Launch Today: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ તરફથી, દેશની ટેલિકોમ ઈન્ડસ્ટ્રી તરફથી, 130 કરોડ ભારતવાસીઓને 5G રૂપે એક શાનદાર ભેટ મળવા જઈ રહી છે. 5જી દશના દ્વાર પર એક નવા યુગની દસ્તક છે. 5જી એ અવસરોની અનંત આકાશની શરૂઆત છે. હું પ્રત્યેક ભારતવાસીઓને આ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.
5G Launch Today: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ તરફથી, દેશની ટેલિકોમ ઈન્ડસ્ટ્રી તરફથી, 130 કરોડ ભારતવાસીઓને 5G રૂપે એક શાનદાર ભેટ મળવા જઈ રહી છે. 5જી દશના દ્વાર પર એક નવા યુગની દસ્તક છે. 5જી એ અવસરોની અનંત આકાશની શરૂઆત છે. હું પ્રત્યેક ભારતવાસીઓને આ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે કહ્યું કે આજે 21મી સદીના વિકસિત થતા ભારતના સામર્થ્યનો, તે સામર્થ્યને જોવાનો એક વિશેષ દિવસ છે. આઝાદીના અમૃત મહોત્સવના આ ઐતિહાસિક કાલખંડમાં એક ઓક્ટોબર 2022ની આ તારીખ ઈતિહાસમાં નોંધાવવાની છે.
ભારત ફક્ત ટેક્નોલોજીનો ગ્રાહક બનીને નહીં રહે
પીએમ મોદીએ કહ્યું કે નવું ભારત, ટેક્નોલોજીનો ફક્ત ગ્રાહક બનીને નહીં રહે, પરંતુ ભારત તે ટેક્નોલોજીના વિકાસમાં, તેના અમલીકરણમાં સક્રિય ભૂમિકા ભજવશે. ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજીને ડિઝાઈન કરવામાં, તે સંલગ્ન મેન્યુફેક્ચરિંગમાં ભારતની મોટી ભૂમિકા હશે. તેમણે વધુમાં કહ્યું કે 2G, 3G, 4G ના સમયે ભારત ટેક્નોલોજી માટે બીજા દેશો પર નિર્ભર રહ્યું હતું. પરંતુ 5G સાથે ભારતે નવો ઈતિહાસ રચ્યો છે.
ભારત પહેલીવાર ટેલિકોમ ટેક્નોલોજીમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ નિર્ધારીત કરી રહ્યું છે
પ્રધાનમંત્રીએ આ અવસરે કહ્યું કે 5જીની સાથે ભારત પહેલીવાર ટેલિકોમ ટેક્નોલોજીમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ નિર્ધારિત કરી રહ્યું છે. ભારત લીડ કરી રહ્યું છે. આજે ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા દરેક વ્યક્તિ એ વાતને સમજી રહ્યા છે કે 5જી એ ઈન્ટરનેટનું સમગ્ર આર્કિટેક્ચર બદલીને રાખી દેશે. ડિજિટલ ઈન્ડિયાની વાત કરીએ તો કેટલાક લોકો સમજે છે કે તે ફક્ત એક સરકારી યોજના છે. પરંતુ ડિજિટલ ઈન્ડિયા ફક્ત એક નામ નથી, તે દેશના વિકાસનું ખુબ મોટું વિઝન છે. આ વિઝનનું લક્ષ્ય છે તે ટેક્નોલોજીનું સામાન્ય લોકો સુધી પહોંચવું, જે લોકો માટે કામ કરે, લોકો સાથે જોડાઈને કામ કરે.
4G થઈ ગયું જૂનું...હવે આવ્યું 5G; PM મોદીએ કર્યું લોન્ચ, 10 ગણું ફાસ્ટ ઈન્ટરનેટ
ઈન્ટરનેટ ફોર ઓલના લક્ષ્યાંક પર કામ
વધુમાં કહ્યું કે જે રીતે સરકારે ઘરે ઘરે વીજળી પહોંચાડવાની મુહિમ શરૂ કરી, જે રીતે દરેક ઘર જળ અભિયાન હેઠળ દરેકને સ્વચ્છ પાણી પહોંચાડવાના મિશન પર કામ કર્યું, જે રીતે ઉજ્જવલા યોજના દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડ્યું એ જ રીતે અમારી સરકાર ઈન્ટરનેટ ફોર ઓલના લક્ષ્યાંક પર કામ કરી રહી છે. એક સમય હતો કે જ્યારે એલીટ ક્લાસના મુઠ્ઠી ભર લોકો ગરીબ લોકોની ક્ષમતા પર શંકા કરતા હતા. તેમને શક હતો કે ગરીબ લોકો ડિજિટલનો અર્થ પણ સમજી શકશે નહીં. પરંતુ મને દેશના સામાન્ય માણસની સમજ, તેમના વિવેક, તેમના જિજ્ઞાસુ મન પર હંમેશા ભરોસો રહ્યો છે.
ડિજિટલ પેમેન્ટનો રસ્તો બનાવ્યો સરળ
પીએમ મોદીએ કહ્યું કે સરકારે આગળ વધીને ડિજિટલ પેમેન્ટનો રસ્તો પણ સરળ બનાવ્યો છે. સરકારે પોતે એપ દ્વારા citizen-centric delivery service ને પ્રોત્સાહન આપ્યું. વાત ભલે ખેડૂતોની હોય, કે નાના દુકાનદારોની, અમે તેમને એપ દ્વારા રોજની જરૂરિયાતો પૂરી કરવાનો રસ્તો આપ્યો. આપણા દેશની જે તાકાત છે, તે તાકાતને આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube