અમારી સરકાર મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલે છે, જે આપણને પ્રેમ અને કરુણાના પાઠ ભણાવે છે- PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Naredra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર પાર્ટી સાંસદોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આ સાથે જ તેમણે કહ્યું કે સામાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ ખુબ મોટું ઉદાહરણ છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Naredra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર પાર્ટી સાંસદોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આ સાથે જ તેમણે કહ્યું કે સામાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ ખુબ મોટું ઉદાહરણ છે.
દીનદયાળ ઉપાધ્યાયના સમર્પણથી સારીપેઠે પરિચિત
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણે બધા દીનદયાળજીની પુણ્યતિથિ પર અનેક ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભેગા થયા છીએ. પહેલા પણ અનેક અવસરો પર આપણે દીનદયાળજી સંલગ્ન કાર્યક્રમોમાં સામેલ થવાનો, વિચાર રજુ કરવાનો અને આપણા વરિષ્ઠજનોના વિચારો સાંભળવાનો અવસર મળતો રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે તમે બધાએ દીનદયાળજીને વાંચ્યા પણ છે અને તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતાર્યા પણ છે. આથી તમે બધા તેમના વિચારોથી અને તેમના સમર્પણથી સારીપેઠે પરિચિત છો.
દીનદયાળ ઉપાધ્યાય એક નેતા માટે ખુબ મોટું ઉદાહરણ
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે મારો અનુભવ છે અને તમે પણ મહેસૂસ કર્યું હશે કે આપણે જેમ જેમ દીનદયાળજી વિશે વિચારીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, તેમના વિચારોમાં આપણને દર વખતે એક નવીનતાનો અનુભવ થાય છે. એકાત્મ માનવ દર્શનનો તેમનો વિચાર માનવ માત્ર માટે હતો. આથી જ્યાં પણ માનવતાની સેવાનો પ્રશ્ન હશે, માનવતાના કલ્યાણની વાત હશે, દીનદયાળજીનો એકાત્મ માનવ દર્શન પ્રાસંગિક રહેશે. સમાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારના લોકતાંત્રિક અને મૂલ્યો કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ મોટું ઉદાહરણ છે.
Ladakh માં ભારત-ચીન સરહદે કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહે રાજ્યસભામાં આપી જાણકારી
દરેક પાર્ટીના નેતા સાથે સહજ હતા દીનદયાળ ઉપાધ્યાય
પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે એક બાજુ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય રાજકારણમાં એક નવા વિચારને આગળ લઈને જઈ રહ્યા હતા, ત્યાં બીજી બાજુ તેઓ દરેક પાર્ટી, દરેક વિચારધારાના નેતાઓ સાથે પણ એટલા જ સહજ રહેતા હતા. દરેક સાથે તેમના આત્મીય સંબંધ હતા.
સબળ રાષ્ટ્ર જ વિશ્વને આપી શકે છે યોગદાન
પીએમ મોદીએ કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે 'स्वदेशो भुवनम् त्रयम्' એટલે કે આપણો દેશ જ આપણા માટે બધુ છે. ત્રણેય લોક બરાબર છે. જ્યારે આપણો દેશ સમર્થ હશે, ત્યારે જ આપણે દુનિયાની સેવા કરી શકીશું. એકાત્મ માનવ દર્શનને સાર્થક કરી શકીશું. તેમણે વધુમાં કહ્યું કે દીનદયાળ ઉપાધ્યાય જી પણ એ જ કહેતા હતા. તેમણે લખ્યું હતું કે એક સબળ રાષ્ટ્ર જ વિશ્વને યોગદાન આપી શકે છે. આ જ સંકલ્પ આજે આત્મનિર્ભર ભારતની મૂળ અવધારણા છે. આ જ આદર્શને લઈને દેશ આત્મનિર્ભરતાના રસ્તે આગળ વધી રહ્યો છે.
ભારત સમગ્ર દુનિયાને આપી રહ્યું છે રસી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાકાળ (Corona) માં દેશે અંત્યોદયની ભાવના સામે રાખી અને અંતિમ છેડા પર રહેલા ગરીબની ચિંતા કરી. આત્મનિર્ભરતાની શક્તિથી દેશે એકાત્મ માનવ દર્શનને પણ સિદ્ધ કર્યો. સમગ્ર દુનિયાને દવા પહોંચાડી અને આજે રસી પહોંચાડી રહ્યો છે.
Rakesh Tikait ની સંપત્તિનો થયો ખુલાસો, જાણો ક્યાં ક્યાં ફેલાયેલો છે કારોબાર અને કેટલી છે સંપત્તિ
હથિયારો માટે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત
પીએમ મોદીએ કહ્યું કે 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતે વિદેશી હથિયારો પર નિર્ભર રહેવું પડ્યું હતું. દીનદયાળજીએ તે વખતે કહ્યું હતું કે આપણે એક એવા ભારતના નિર્માણની જરૂરિયાત છે કે જે ફક્ત કૃષિ ક્ષેત્રે જ નહીં પરંતુ હથિયારો અને રક્ષા ક્ષેત્રે પણ આત્મનિર્ભર હોય. આજે ભારત રક્ષા ક્ષેત્રમાં મેડ ઈન ઈન્ડિયા હથિયારો અને ફાઈટર જેટ જેમ કે તેજસ બનાવી રહ્યું છે.
વોકલ ફોર લોકલ દેશના વિઝનને કરે છે સાકાર
પીએમ મોદીએ કહ્યું કે લોકલ ઈકોનોમી પર વિઝન એ વાતનું પ્રમાણ છે કે તે સમયમાં પણ તેમની સોચ કેટલીક પ્રેક્ટિકલ અને વ્યાપક હતી. આજે વોકલ ફોર લોકલના મંત્રથી દેશ આ વિઝનને સાકાર કરી રહ્યું છે. આજે આત્મનિર્ભર ભારત અભિયાન દેશના ગામ-ગરીબ, ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના ભવિષ્ય માટે નિર્માણનું માધ્યમ બની રહ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube