દમદામ: પશ્ચિમ બંગાળના દમદમ વડાપ્રધાન મોદીએ ગુરૂવારે બીજી રેલી કરી હતી. આ રેલીમાં પણ તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, દીદીના અહંકરાના કારણે રાજ્યમાં હિંસા થઇ રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક બે દિવસમાં દિલ્હીમાં એક રમત ચાલી રહી છે. પહેલા આપ પહેલા તમે. જે છેલ્લા 6 મહિનાથી મોદી હટાવોની વાતો કરતા હતા, જે લોકો વડાપ્રધાનનાં દાવા ઠોકી રહ્યા હતા, જો કે બે દિવસથી અચાનક તેમની બત્તી ગુલ થઇ ચુકી છે. જે લોકો વડાપ્રધાનનાં દાવા ઠોકી રહ્યા હતા, જો કે બે દિવસથી અચાનક તેની બત્તી ગુલ થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવું પરત નહી કરનારા ખેડૂતોને જેલમાં નહી મોકલાય, અમે બનાવીશું કાયદો: રાહુલ

મમતા દીદી પશ્ચિમ બંગાળને પોતાની પર્સનલ પ્રોપર્ટી સમજવાની ભુલ કરી રહ્યા છે. દીદી આજે તમે ચૂંટણી પંચને ગાળો ભાંડી રહ્યા છો, ચૂંટણી પ્રક્રિયા અને સુરક્ષા દળોને તમે ગાળો ભાંડી રહ્યા છો. તમે ભુલી રહ્યા છો કે એક સમયે આ જ સંસ્થાઓએ તમારી મદદ કરી હતી. 


રાહુલનું હળહળતુ જુઠ્ઠાણું આવ્યું સામે: વિદેશી સંસ્થાએ ટ્વીટ કરી ખુલાસો કર્યો
વિદ્યાર્થીની આત્મહત્યાથી વ્યથીત IASનું એવું પગલું, લાખો વિદ્યાર્થીઓનો વધ્યો આત્મવિશ્વાસ


તમે તમારી જાગીર ન સમજશો
દીદીને લાગતું હતું કે તેઓ સુપ્રીમ પાવર છે, પરંતુ બંગાળમાં જન-ગણે જણાવ્યું છે કે સુપ્રીમ માત્ર બંગાળની જ જનતા છે. બાંગ્લા માનુષની રગરગમાં ગણતંત્ર છે. દીદી આ સત્યનો સ્વિકાર કરી લો અને હિંસાનો રસ્તો છોડી દો. તમે દિવસને રાત કહેવા લાગશો, તો સત્ય ક્યારે પણ બદલાઇ નહી જાય. તમે દિવસને રાત કહેવા લાગશો, તો સત્ય ક્યારે પણ નહી બદલવામાં આવશે. મમતા દીદી દેશની લોકશાહીની મર્યાદા, તમારા અહંકારથી ઘણુ વધારે ઉંચુ છે. અમે તમામ પર આ દેશના પ્રત્યેક જનપ્રતિનિધિ પર, લોકશાહીની રક્ષા કરવાનું પણ દાયીત્વ છે. તમારી સત્તા જઇ રહી છે, તમારા પગ તળેથી જમીન ખસી ચુકી છે, પશ્ચિમ બંગાળના લોકોએ તમને નકારી દીધા છે. તમે બંગાળને પોતાની પ્રોપર્ટી સમજવાની ભુલ ન કરતા.


5 વર્ષમાં રામ મંદિર નથી બનાવી શક્યાને વિદ્યાસાગરની મુર્તિ બનાવવાની વાતો કરે છે: મમતા બેનર્જી

દીદી અને TMC ના નેતાઓનો અહંકાર વધ્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દીદી અને ટીએમસીના નેતાઓનો અહંકાર એટલો વધી ગયો છે કે તેમણે દેશના રક્ષણ કરી રહેલા સપુતોને પણ નથી છોડ્યા. તેનાં નેતા જાહેરમાં ધમકી આપે છે કે સુરક્ષા કર્મચારીઓને ભગાવો, તેમને મારો. આ પદ્ધતી જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો અપનાવે છે. તમને વડાપ્રધાન પદનાં સપના જોવાની સંપુર્ણ આઝાદી છે. પરંતુ આપણી સેના અને સુરક્ષાદળોને ગાળો દેવાની, તેની વિરુદ્ધ ગુંડાનો ઉપયોગ કરવાથી તમારી વિશ્વસનીયતા પર સવાલ ઉટી ચુક્યા છે. આ દેશ બધુ જ સ્વીકારી શકે છે, પરંતુ અહંકાર કોઇ પણ સ્વિકાર નહી કરે. દીદી તમને યુપી, બિહાર અને ઓરિસ્સાના લોકો સામે સમસ્યા છે, તમે તેની વિરુદ્ધમાં ઉભા થઇ ગયા પરંતુ જે રાતના અંધારામાં સીમા પાર કરીને આવે છે તેમની સામે સમસ્યા નથી થતી.